પીપળલગ ગામના તળાવમાં નહાવા ગયેલા બે સગા ભાઈઓનું ડૂબી જતાં મોત

પીપળલગ ગામના તળાવમાં નહાવા ગયેલા બે સગા ભાઈઓનું ડૂબી જતાં મોત

અમરેલીના પીપળલગ ગામે એક કરુણ ઘટના સામે આવી છે. ગામના તળાવમાં નહાવા ગયેલા બે સગા ભાઈઓનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ગત મોડી રાતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને બંને કિશોરના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બંને ભાઈઓના મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, મંગળવારે (પહેલી સપ્ટેમ્બર) પીપળલગ ગામના તળાવમાં બે કિશોરો નહાવા માટે ગયા હતા, આ દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ઉતરી જતાં બંને ડૂબવા લાગ્યા હતા. બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની જાણ અમરેલી ફાયર વિભાગને મોડી રાતે કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી તળાવમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

>12 વર્ષીય સંજય કાળુ ભાસ્કર
>10 વર્ષીય પ્રિન્સ કાળુ ભાસ્કર

એક જ પરિવારના બે સગા ભાઈઓના એકસાથે મોત થતાં ભાસ્કર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસ અને સ્થાનિક તંત્રે આ અંગે આગળ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...