આઇપીએસ ઓફિસર સહિત પાંચ સામે ગુનો પતિએ કહ્યું, મારા પિતાને બે પત્નીઓ છે હું પણ બીજા લગ્ન કરી લઇશ

આઇપીએસ ઓફિસર સહિત પાંચ સામે ગુનો પતિએ કહ્યું, મારા પિતાને બે પત્નીઓ છે હું પણ બીજા લગ્ન કરી લઇશ

વડોદરાની યુવતીના લગ્ન થયા બાદ તેને દહેજ તેમજ અન્ય બાબતો અંગે શારીરિક અને માનસિક ત્રાસ આપતા અમદાવાદમાં રહેતા નિવૃત્ત આઇપીએસ અધિકારી સસરા, પતિ, સાસુ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના અટલાદરા વિસ્તારમાં પિયરમાં રહેતી નીકિતા ફુલજીભાઇ ચારપોટે અટલાદરા પોલીસ સ્ટેશનમાં પતિ આશિષ પ્રવિણ ગોદીયા, સાસુ ઉષાબેન, સસરા પ્રવિણ ગોદીયા, નણંદ શીતલ પ્રકાશ વહોનીયા અને નણદોઇ પ્રકાશ વહોનીયા સામે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે મેં એમસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. નવેમ્બર-૨૦૧૬માં મારા લગ્ન ગાંધીનગરમાં રહેતા આશિષ સાથે થયા હતાં. મારા સસરા પોલીસ વિભાગમાં એડીજીપી તરીકે નિવૃત્ત થયા છે. મારા સસરા તેમની વગ અને સત્તાનો દુરુપયોગ કરી દારૃ-બીયરની પેટીઓ ઘેર મોકલાવતા હતાં.

લગ્નના દિવસે જ મારા પતિએ જણાવેલ કે મારા પિતાજી ઉચ્ચ પોલીસ અધિકારી છે તેમની પ્રતિષ્ઠાના કારણે લગ્નના દિવસે કોઇ માગણી કરી નથી પરંતુ તારા બાપે કશું આપ્યું નથી તારે બેડરૃમમાં સાથે સૂવું હોય તો તારા બાપને કહીને સારો બંગલો કે ફ્લેટ અમદાવામાં અપાવી દે નહી તો ત્યા સુધી આપણે ડ્રોઇંગરૃમમાં જ ઊંઘવું પડશે. મારા પિતાએ આ માગણી નહી સંતોષતા મારા પર ત્રાસ ગુજારવાનું ચાલુ કરી દીધું હતું.

મારા પતિ મને ધમકી આપતા હતા કે મારા પિતાજીને બે પત્નીઓ છે, હું કેમ બીજી ના લાવું હું બીજી પત્ની કરી લઇશ તેવી ધમકી આપતા હતાં. હું વિરોધ કરું તો મને માર મારતા હતાં. મારી પાસે ઘરમાં માંસ તેમજ મટન જેવી વસ્તુઓ મને પસંદ ના હોવા છતાં પિરસાવતા હતાં. હું નોકરી કરતી હતી પરંતુ મારા પતિએ તે પણ છોડાવી દીધી હતી. હું બે વખત ગર્ભવતી થઇ ત્યારે મને પિયરમાં મોકલી દઇ પ્રસૂતિના પણ પૈસા પતિ આપતા ન હતાં.

મારા સાસુ અને નણંદ તેમજ નણદોઇ મારા ઘરમાં જ રહેતા તેઓ પણ ત્રાસ ગુજારતા હતાં. મારા બંને સંતાનોને પણ ચખાડવાના બહાને દારૃ પીવડાવતા હતાં હું તેનો વિરોધ કરું તો આદિવાસી સમાજમાં દારૃ પીવાની મનાઇ નથી તેમ જણાવી મારી સાથે ઝઘડો કરી ઘરમાંથી કાઢી મૂકતા હાલ પિયરમાં આશરો લઉં છું.નિવૃત્ત IPS ત્રણ દિવસ પ્રથમ પત્ની અને ચાર દિવસ બીજી પત્ની સાથે રહેતા

વડોદરાની પરિણીતાએ અમદાવાદમાં રહેતા સાસરિયાઓ સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરતી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું સાસરીમાં ગઇ ત્યારે મને ખબર પડી કે મારા સસરાને બે પત્ની છે જેમાં પ્રથમ પત્નીને એક પુત્ર તેમજ પુત્રી અને બીજી પત્નીને બે પુત્રીઓ છે. મારા સસરા શુક્ર, શનિ અને રવિ એમ ત્રણ દિવસ અમારે ત્યાં મારી સાસુ સાથે રહેવા આવતા હતા જ્યારે બાકીના દિવસોમાં તેઓ બીજી પત્ની સાથે રહેતા હતાં.મારા પિતા મોટા પોલીસ અધિકારી છે અને તું મારી વિરુધ્ધ પોલીસમાં જાય છે

પરિણીતાએ પોલીસ ફરિયાદમાં કરેલા આક્ષેપોમાં ઉલ્લેખ કર્યો છે કે મારા પતિ મને માર મારતા ત્યારે હું પોલીસને બોલાવું તો તેઓ ગુસ્સે થઇ જતા હતાં. તેઓ મને ધમકી આપતા કે મારા પિતા પોલીસમાં ખૂબજ મોટા આઇપીએસ અધિકારી હતા તેમ છતાં તું મારા વિરુધ્ધ મહિલા અભયમ અને પોલીસમાં કાઉન્સેલિંગ કરવાની હિંમત કેમ કરે છે. મને તેઓ માર મારી ઘરમાંથી બહાર કાઢી મૂકતા ત્યારે મારા પિતા સમજાવતા ફરીથી ઘરસંસાર ચાલતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...