24 કલાકમાં સરેરાશ સાડા 3 ઈંચ વરસાદ સરખેજ,વટવામાં 5.5 ઈંચથી વધુ વાસણા બેરેજનો દરવાજો ખોલાયો

24 કલાકમાં સરેરાશ સાડા 3 ઈંચ વરસાદ સરખેજ,વટવામાં 5.5 ઈંચથી વધુ વાસણા બેરેજનો દરવાજો ખોલાયો

અમદાવાદમાં સોમવારે (14મી સપ્ટેમ્બર) વહેલી સવારથી મોડી રાત સુધી અવિરત વરસાદ વરસ્યો હતો. જેને લીધે મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેમાં સ્થાનિકો, સ્કૂલે આવતા જતા વિધાર્થીઓ અને નોકરી ધંધે જતા લોકો હેરાન થયા હતાં. અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ થયા અને અનેક વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાયા હતા. આજે (15મી સપ્ટેમ્બર) વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ 3.54 ઇંચ વરસાદ નોંધાયો છે. દિવસ દરમિયાન સૌથી વધુ વરસાદ સવારે 06થી બપોરે 2 વાગ્યા વચ્ચે સરેરાશ 3.42 ઇંચ પડ્યો હતો, જ્યારે બપોરે 2થી રાત્રે 10 વાગ્યા સુધીમાં 0.11 ઇંચ વરસાદ થયો હતો.

હવામાન વિભાગ અનુસાર, ચાલુ સિઝનનો કુલ વરસાદ 30.94 ઇંચ સુધી પહોંચી ગયો છે, જે છેલ્લા 5 વર્ષના સિઝનલ સરેરાશ વરસાદના 85.94% જેટલો છે. વરસાદના પગલે વાસણા બેરેજની સપાટી 124.75 ફૂટ પર પહોંચી હતી, જેના કારણે બેરેજનો દરવાજા નંબર 27 1.0 ફૂટ ખોલીને નદીમાં 538 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

ઝોન વાઇઝ વરસાદની વાત કરીએ તો, સાઉથ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ સરેરાશ 5.13 ઇંચ અને સાઉથ ઝોનમાં સરેરાશ 4.90 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય નોર્થ વેસ્ટ ઝોનમાં 3.35 ઇંચ, ઇસ્ટ ઝોનમાં 3.32 ઇંચ, વેસ્ટ ઝોનમાં 3.11 ઇંચ, સેન્ટ્રલ ઝોનમાં 3.05 ઇંચ અને નોર્થ ઝોનમાં સૌથી ઓછો 1.90 ઇંચ સરેરાશ વરસાદ પડ્યો છે. વિવિધ વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે 5.83 ઇંચ, વટવામાં 5.63 ઇંચ, લંભામાં 5.59 ઇંચ, બોપલમાં 5.45 ઇંચ, બકરોલમાં 5.37 ઇંચ અને બોડકદેવમાં 4.84 ઇંચ નોંધાયો હતો.

>સરખેજ અર્બન હેલ્થ સેન્ટર: 5.83 ઇંચ
>વટવા: 5.63 ઇંચ
>લાંભા: 5.59 ઇંચ
>બોપલ: 5.45 ઇંચ
>બકરોલ: 5.37 ઇંચ
>જોધપુર ઝોનલ: 5.02 ઇંચ
>મક્તમપુરા: 5.00 ઇંચ
>બોડકદેવ: 4.84 ઇંચ
>દૂધેશ્વર: 4.70 ઇંચ
>જોધપુર: 4.65 ઇંચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...