સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી, 55% સુધી ભરાયો

ગુજરાતમાં આ વખતે ચોમાસાની શરુઆતથી જ સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે પાણીની પણ સારી એવી આવક થઈ રહી છે. સારા વરસાદના કારણે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે. આ સિવાય ઉપરવાસમાં 68,786 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવક થતાં RBPHના 3 અને CHPHનું 1 પાવર હાઉસ ચાલુ […]

Continue Reading

દારૂ બિયરનો જથ્થો લાવી…. વેચતો આરોપી પકડાયો : દારૂ બિયરને 328 બોટલ કબજે

વડોદરામાં પીસીબી પોલીસની માહિતી મળી હતી કે કોયલી ફળિયામાં રહેતો નિકુંજ વાઘમારે વિદેશી દારૂનો ધંધો કરે છે જેથી પોલીસે તેના ઘરે જઈને રેડ કરતા અલગ અલગ 18 બ્રાન્ડને વિદેશી દારૂ અને બિયરની 328 બોટલ કિંમત 2.51 લાખની મળી આવી હતી. જેથી પોલીસે નિકુંજ રૂપે બાબા હિંમત રાવગ મારે રહે મહાદેવ પડ્યા કોઇલી પ્રજાપતિ પુરાની સામે […]

Continue Reading

ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની નવા વિવાદમાં ફસાઈ…

ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાં એક નવા વિવાદમાં ફસાઈ ગઇ હોય તેવું લાગે છે. એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હસીન દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તેમના પર પાડોશી પર હુમલો કરવાનો આરોપ […]

Continue Reading

કેન્દ્ર સરકાર નવો ફ્યૂલ એફિશિએન્સી નિયમ CAFE 3 લાગુ કરશે!

કેન્દ્ર સરકાર હવે ફ્યુલ એફિશિએન્સી સંબંધિત નવો નિયમ CAFE 3 (કોર્પોરેટ એવરેજ ફ્યુલ એફિશિએન્સી) લાગુ કરી શકે છે. આ નિયમનો ઉદ્દેશ્ય માત્ર ઈલેક્ટ્રિક વાહનો અને ઈથેનોલ પર ચાલતા ફ્લેક્સ ફ્યુલ કારને પણ પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત દેશની ક્રૂડ ઓઇલ પર નિર્ભરતા ઘટાડવાનો, વાહનો દ્વારા થતા પ્રદૂષણને ઘટાડવાનો અને સ્થાનિક રીતે ઉત્પાદિત ઈથેનોલના ઉપયોગને પ્રોત્સાહન […]

Continue Reading

શોપમાંથી સોનાની ચેન લઈને ફરાર

વડોદરાના માંડવી રોડ પર ચાપાનેર દરવાજા પાસે જય શ્રી જ્વેલર્સ નામની દુકાન ચલાવતા મુકેશ કેસરીમલ સોનીએ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત ત્રીજી એપ્રિલે હું મારી દુકાને હાજર હતો તે દરમિયાન એક વ્યક્તિ ગ્રાહકના સ્વાંગમાં મારી દુકાને આવ્યો હતો. તેને સોનાની ચેનો જોવા માંગતા મે અલગ અલગ પ્રકારની ચેનો બતાવી હતી. ગ્રાહકે […]

Continue Reading

કોર્પોરેશન દ્વારા દુકાનો હોટલો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ : 43 નમુનાઓ સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું

વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઈ ફરસાણની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો વગેરે જગ્યાએ  ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન મેંગો બરફી, ચોકલેટ બરફી, પાયનેપલ બરફી, કપાસીયા તેલ, લાલસેવ, ઉસળસેવ, મલબારીસેવ, બેસન, નાયલોન ખમણ, વાટીદાળના ખમણ, નાયલોન ખમણ, ખમણની ચટણી, હળદળ પાવડર, ધાણા પાવડર, મરચા પાવડર, અજમો, જીરૂ, […]

Continue Reading

રિક્ષાચાલકનો 5 હોમગાર્ડ પર એસિડ એટેક

 કલોલના છત્રાલમાં એક સાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક થતા સનસનાટી મચી ગઈ છે. આ અહેવાલોને પગલે પોલીસ વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે જેની ઓળખ અશોક રાવત તરીકે થઈ છે.  પ્રાથમિક માહિતી પ્રમાણે, અશોક રાવત નામનો એક રિક્ષાચલક એસિડની બોટલ ભરીને આવ્યો હતો […]

Continue Reading

નદીમાં તર્પણ વિધિ દરમિયાન બે યુવાનો ડૂબ્યા

નવસારી પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં આજે એક કરુણ ઘટના બની હતી, જેમાં માતાની તર્પણ વિધિ કરવા ગયેલા બે યુવાનો નદીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં એક યુવાનનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એકનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ બંને યુવાનો પોતાની માતાના તર્પણ વિધિ અર્થે પૂર્ણા નદીના કિનારે ગયા હતા. […]

Continue Reading

ગેરકાયદે બંધાયેલા બાંધકામનું પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન

સુરત પાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી ખાડી કિનારાના દબાણ દુર કરવા સાથે ખાડીના કિનારા વાઈડીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે વરાછા ઝોનના કરંજ વિસ્તારમાં ખાડી કિનારા પર આડેધડ ગેરકાયદે બનાવી દેવાયેલા 50 થી વધુ બાંધકામ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.  જોકે, સંખ્યાબંધ દબાણ કરનારા હોવાથી પાલિકાના સિક્યુરીટી ગાર્ડ ઉપરાંત 150 થી […]

Continue Reading

સ્વચ્છતા માટે દીવા તળે અંધારું જેવો ઘાટ

દેશના સૌથી સ્વચ્છ શહેર માં દીવા તળે અંધારું જેવો ઘાટ થયો છે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ઉગત ખાતે એસ.એમ.સી. ક્વાટર્સ આવ્યા છે તેમાં ગટર ઉભરાઈ રહી છે પરંતુ પાલિકા કોઈ કામગીરી કરતું ન હોવાથી સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. પાલિકાના રાંદેર ઝોનમાં ઉગત વિસ્તારમાં એમ.એમ.સી. ક્વાટર્સ આવ્યા છે અને આ ક્વાર્ટર્સમાં છેલ્લા કેટલાક […]

Continue Reading