વડોદરામાં પીસીબી પોલીસની માહિતી મળી હતી કે કોયલી ફળિયામાં રહેતો નિકુંજ વાઘમારે વિદેશી દારૂનો ધંધો કરે છે જેથી પોલીસે તેના ઘરે જઈને રેડ કરતા અલગ અલગ 18 બ્રાન્ડને વિદેશી દારૂ અને બિયરની 328 બોટલ કિંમત 2.51 લાખની મળી આવી હતી. જેથી પોલીસે નિકુંજ રૂપે બાબા હિંમત રાવગ મારે રહે મહાદેવ પડ્યા કોઇલી પ્રજાપતિ પુરાની સામે ગુનો દાખલ કર્યો હતો.
વડોદરા પોલીસે વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ મળીને કુલ 2.56 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. પોલીસે હાથ ધરીને પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે મેં મહારાષ્ટ્રની અલગ અલગ વાઇન શોપમાંથી વિદેશી દારૂનો જથ્થો ખરીદ્યો હતો અને ટ્રાવેલ મારફતે વડોદરામાં આવી પોતાના પરિવારોના ઘરમાં કંટાળી વેચાણ કરતો હતો.
