દેશના સૌથી સ્વચ્છ શહેર માં દીવા તળે અંધારું જેવો ઘાટ થયો છે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ઉગત ખાતે એસ.એમ.સી. ક્વાટર્સ આવ્યા છે તેમાં ગટર ઉભરાઈ રહી છે પરંતુ પાલિકા કોઈ કામગીરી કરતું ન હોવાથી સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.
પાલિકાના રાંદેર ઝોનમાં ઉગત વિસ્તારમાં એમ.એમ.સી. ક્વાટર્સ આવ્યા છે અને આ ક્વાર્ટર્સમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકીની ફરિયાદો છે. આ કેમ્પસમાં છેલ્લા પંદર દિવસથી કેમ્પસની ડ્રેનેજ ઉભરાઈ રહી છે અને ગંદુ પાણી જાહેરમાં વહી રહ્યું છે. સ્થાનિકો દ્વારા પાલિકામાં વારંવાર ફરિયાદ કરવામાં આવી રહી છે પરંતુ પાલિકાના કર્મચારીઓ સ્થળ વિઝિટ પર જાય છે પરંતુ કોઈ કામગીરી કરતા નથી જેથી ગંદકી વધુ ફેલાઈ રહી છે. જેના કારણે સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. જેના કારણે આ સફાઈની કામગીરી તાત્કાલિક કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં છે.
