મહિલા માટે ખૂબ ફાયદાકારક છે ‘ભદ્રાસન’, એક-બે નહીં અનેક સમસ્યાઓ થશે છૂમંતર

યોગાસન કરવાથી આપણું શરીર અને મન સ્વસ્થ રહે છે. યોગાસન ઘણા રોગોથી બચાવે છે અને સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. આમ તો યોગાસન ફાયદાકારક જ હોય છે પણ અમુક યોગાસન સ્ત્રીઓ માટે ખાસ ફાયદાકારક હોય છે, જેમાંથી એક ભદ્રાસન છે. આ આસન માત્ર શરીરને મજબૂત બનાવતું નથી પણ માનસિક શાંતિ પણ આપે છે. જો તે […]

Continue Reading

મોંઘા નારિયેળ પાણીની પાછળ દોડવાનું બંધ કરો! 5 સસ્તાં ડ્રિંક્સથી મેળવો ભરપૂર પોષણ

કોરોના કાળ બાદ નારિયેળના પાણીની માંગ હદ કરતાં વધી ગઈ છે. લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત થયા છે અને તેમના આરોગ્યની કાળજી લેવા લાગ્યા છે અને તેમના ડાયટમાં નારિયેળ પાણીને સામેલ કરે છે. નારિયેળ પાણીમાં ભરપુર માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે, જે હાઈડ્રેશનનું પાવરહાઉસ બનાવે છે. નારિયેળ પાણીમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ હોય […]

Continue Reading

ભારત પર સૌથી ઓછો ટેરિફ લગાવશે અમેરિકા?

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે હાલ ચર્ચાઓ અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો આવી રહ્યા છે. વેપાર કરાર મુદ્દે ભારતીય દળ વોશિંગ્ટન પહોંચ્યું છે. જ્યાં ટેરિફ મુદ્દે સમાધાન પર ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાઓ વચ્ચે રિપોર્ટ મળ્યો છે કે, અમેરિકા સાથે પ્રસ્તાવિત વેપાર કરાર હેઠળ ભારતને પ્રેફરેન્શલ ટેરિફ સુવિધા મળી શકે છે. ટૂંકસમયમાં બંને […]

Continue Reading

આ ખેલાડીને ભારતીય ટીમમાંથી કાઢી મૂકવા ગિલ અને ગંભીરને અપીલ

ભારતીય ટીમ 23મી જુલાઈથી માન્ચેસ્ટરમાં શરૂ થનારી ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે તૈયારી કરી રહી છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર દીપ દાસગુપ્તાએ એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં આ મેચ માટે ભારત કયા ફેરફારો કરી શકે છે તેના પર અભિપ્રાય આપ્યો છે. લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતને 22 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને ઈંગ્લેન્ડ સીરિઝમાં […]

Continue Reading

મહિલાએ બૌદ્ધ ભિક્ષુઓને સેક્સકાંડમાં ફસાવીને 100 કરોડ તફડાવ્યા

થાઈલેન્ડમાં એક સેક્સ રેકેટ પકડાયું તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક ૩૫ વર્ષની મહિલાએ બૌદ્ધ ભિક્ષુઓને સેક્સ રેકેટમાં ફસાવીને તેમને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. એ રીતે મહિલાએ ૧૦૦ કરોડ રૂપિયા તફડાવી લીધા અને સોનું પણ મેળવ્યું. આ કૌભાંડ બહાર આવતા પોલીસે મહિલાની ધરપકડ કરી છે. રોયલ થાઈ પોલીસ સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોના કહેવા પ્રમાણે […]

Continue Reading

UAE માં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી હોટેલ

 દુબઈ દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા બાદ હવે દુનિયાની સૌથી ઊંચી હોટલ પણ ખોલવા જઈ રહ્યું છે. આ હોટલ એટલી શાનદાર અને ઊંચી હશે કે, અહીંના રૂમના બેડમાંથી જ અડધું દુબઈ દેખાશે. આ હોટલનું નામ છે Ciel Tower. આ આલિશાન હોટલમાં 1004 રૂમ હશે, 147 લક્ઝરી સ્વીટ હશે. આ હોટલમાં Sky Lounge 81માં માળ […]

Continue Reading

માર્ગ પર બાઈક સ્લીપ થઈ ખાડામાં પડતાં યુવાનનું

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચેલા ગામના પાટીયા નજીક ગત રાત્રિના સુમારે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સ્લીપ થઈને ખાડામાં પડતાં જામનગરના એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરમાં રહેતો 25 વર્ષીય નવાઝ સિદ્દીકભાઈ શમા નામનો યુવાન ગઈકાલે રાત્રે પોતાનું બાઇક લઈને જામનગર-લાલપુર ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યો […]

Continue Reading

સોસાયટીમાં પોલીસનો જુગાર અંગે દરોડો : પાંચ જુગારીઓ પકડાયા

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસે ગોકુલ નગર નજીક પ્રજાપતિ સોસાયટીમાં ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડયો હતો અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોની અટકાયત કરી લીધી છે. જામનગરમાં પ્રજાપતિ સોસાયટી વિસ્તારમાંથી જાહેર ગંજીપાના વડે જુગાર રમી રહેલા યોગેશ જીતુભા ગોહિલ, અમરશીભાઈ કમાભાઈ પરમાર, જગદીશ દેવાભાઈ સોલંકી, લખમણભાઇ સામતભાઈ પરમાર અને લખમણભાઇ રામજીભાઈ કેર […]

Continue Reading

સગીરાનું અવિચારી પગલું, માતાએ ઠપકો આપતા !!!

વડોદરામાં ગોરવા વિસ્તારમાં રહેતી એક સગીરાએ ભરેલું અવિચારી પગલું તેના તેમજ તેના પરિવારજનો માટે જોખમી સાબિત થાય તે પહેલા પોલીસે સગીરાને બચાવી લીધી હોવાનો કિસ્સો બન્યો છે. ગોરવા વિસ્તારમાં રહેતી 14 વર્ષની એક કિશોરી તેના બોયફ્રેન્ડ સાથે વાત કરતી હોવાથી માતાએ ઠપકો આપ્યો હતો. જેથી એને લાગી આવતા ઘર છોડી ગઈ હતી. સગીરાની માતાએ ગોરવા […]

Continue Reading

વધુ એક આંદોલન યોજાશે, ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે

ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ વિવિધ પડતર પ્રશ્નો અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં આજદિન સુધી કોઈ પ્રશ્નોનું સમાધાન ન થતાં હવે બહેનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે ફરી એકવાર ગાંધીનગર આંદોલનના પડઘાથી ગુંજી ઉઠશે. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આગામી 4 […]

Continue Reading