ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રી ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ આપશે

આ વર્ષે બોરીવલીના નવરાત્રી ઉત્સવમાં રંગત ઉમેરાઈ રહી છે, કારણ કે ગુજરાતના લોકગાયકીના લોકપ્રિય હસ્તી “કચ્છી કોયલ” તરીકે ઓળખાતી ગીતા રબારી પહેલીવાર બોરીવલીના પ્રતિષ્ઠિત સુરભિ નવરાત્રી ઉત્સવ 2025 માં પરફોર્મ કરવા આવી રહી છે. પ્રિ-નવરાત્રી પ્રેસ કોન્ફરન્સ આજે ટ્વિંકલ સ્કૂલ ખાતે યોજાઈ, જેમાં ગીતા રબારીએ બોરીવલીમાં પહેલીવાર આ ભવ્ય ઉત્સવમાં ગીત ગાવાનું આનંદ વ્યક્ત કર્યું. […]

Continue Reading

સિંગાપોરના ચાંગી નેવલ બેઝમાં આઈએનએસ સંધાયક

ભારતીય નૌકાદળનું જહાજ સંધાયક, અત્યાધુનિક હાઇડ્રોગ્રાફી ક્ષમતા ધરાવતું પ્રથમ સ્વદેશી સર્વે વેસલ લાર્જ (એસવીએલ) તેના રાષ્ટ્રીય દિવસ – 09 ઓગસ્ટ 25 ના મહત્વપૂર્ણ પ્રસંગે ત્રણ દિવસની મુલાકાત માટે સિંગાપોરમાં પ્રવેશ્યું. આ મુલાકાત પ્રાદેશિક દરિયાઈ સહયોગ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે અને ભારતીય નૌકાદળ અને સિંગાપોરની દરિયાઈ એજન્સીઓ વચ્ચે દ્વિપક્ષીય હાઇડ્રોગ્રાફિક સંબંધોને મજબૂત બનાવવા માટે […]

Continue Reading

જાણીતા ગુજરાતી લેખક-પત્રકાર પ્રફુલ શાહની બે અંગ્રેજી નનલકથાને એવોર્ડ 

કચ્છ પર આધારિત ગુજરાતી ડૉક્યુ-નોવેલ ‘કચ્છ ફાઇલ’ની અંગ્રેજી આવૃત્તિ ‘કેક્ટસ ક્રાઇમ’ને ‘બેસ્ટ ક્રાઇમ થ્રિલર’ (ટ્રુ ઈવેન્ટસ) જાહેર કરાઈ છે. કચ્છના ભૂતપૂર્વ તંત્રી અને નામાંકિત રિપોર્ટર વિપુલ એન. વૈધના અહેવાલો અને અનુભવને આવરતી અને શૈલેષ ભાવસાર અનુવાદિત ‘કેક્ટસ ક્રાઇમ’ને આ એવોર્ડ ધ લિટરેચર ટાઈમ્સ દ્વારા લિગસી ઓફ લિટરેચર અવોર્ડની વિજેતા જાહેર કરવામાં આવી હતી. આયોજકોએ આ […]

Continue Reading

ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી

એક તરફ, ગુજરાત તમામ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ‘વાઈબ્રન્ટ ગુજરાત’નો દરજ્જો મેળવ્યો છે. ત્યારે બીજી તરફ આ જ વિકસીત ગુજરાતની દારુણ ગરીબીની પરિસ્થિતિનું અસલી ચિત્ર બહાર આવ્યુ છે. ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે. ખૂદ કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો છે કે, ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ […]

Continue Reading

સરકારી કચેરીમાં અંગ્રેજીના ચલણ વચ્ચે સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી

ગુજરાતમાં ગત એસએસસીની પરીક્ષામાં 7,62,485 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તેમાં આશરે 48 ટકા એટલે કે 3,67,666 એ સંસ્કૃત વિષય રાખ્યો હતો, આમ, 52 ટકા વિદ્યાર્થીઓ તો ધો. 10માં સંસ્કૃત વિષય રાખતા નથી તો બીજી તરફ ખુદ શાસકો રાજ કરે છે તે જિલ્લા પંચાયત,મહાપાલિકા જેવી કચેરીઓમાં સંસ્કૃત કે તેના સંતાન જેવી ગુજરાતી ભાષાને બદલે અંગ્રેજી […]

Continue Reading

એક માસમાં પાણીજન્ય બિમારીના 5,196 કેસ નોંધાતા ફફડાટ…

ચોમાસાની ઋતુના પગલે ભાવનગર શહેરમાં પાણીજન્ય બિમારીના કેસમાં સતત વધારો થયો છે, જેના કારણે મહાપાલિકાના આરોગ્ય સેન્ટર ખાતે દર્દીઓની કતાર લાગી રહી છે. પાણીજન્ય બિમારીના કેસ વધતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભાવનગર શહેરમાં છેલ્લા એક માસમાં એટલે કે ગત જુલાઈ માસમાં પાણીજન્ય બિમારીના કુલ પ૧૯૬ કેસ નોંધાયા છે, જેમાં પાણીજન્ય બીમારીમાં ઝાડા, તાવ, કોલેરા, શરદી-ઉઘરસ […]

Continue Reading

ભારે વિરોધ બાદ સરકારનો યુ-ટર્ન, વિચરતી વિમુક્ત જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય મળશે

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ફી, પરીક્ષા ફી તેમજ શિક્ષણ ફી પેટે અપાતી સહાય મુદ્દે નવો ઠરાવ કરવામા આવ્યો હતો. જે અનુસાર, આ વર્ષથી ડિપ્લોમા કોર્સીસમાં ખાનગી કોલેજોમાં પ્રવેશ લેતા આ જાતિના વિદ્યાર્થીઓને સહાય નહીં આપવાની જોગવાઈ કરાઈ હતી. જેને પગલે ભારે વિરોધ […]

Continue Reading

મંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની રજુઆત, AMTS ઈલેકટ્રિક બસ ચલાવવાના કોન્ટ્રાકટથી ૨૩૨ કરોડનુ નુકસાન થશે

અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી.બેઠકના અંતે એલિસબ્રિજના ધારાસભ્યે કહયુ, એ.એમ.ટી.એસ.માં  ૨૨૫ ઈલેકટ્રિક બસ ચલાવવા પ્રતિ કિલોમીટર રુપિયા ૯૪નો ભાવ અપાયો છે. જેનાથી કોર્પોરેશનને વર્ષે રુપિયા ૨૩૨ કરોડનુ આર્થિક નુકસાન થશે.મારા મત વિસ્તારમાં બે બ્રિજ બની રહયા છે.જેના ડિઝાઈન અંગે મેં માહીતી માંગી તો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ […]

Continue Reading

પાકિસ્તાન સામે નવું સંકટ, સિંધુ ડેલ્ટાનું પાણી સૂકાતા 40 ગામ ઉજ્જડ બન્યાં, 12 લાખ વિસ્થાપિત

 ભારતના પડોશી દેશ પાકિસ્તાન હાલ કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે, ભૂકંપ, અતિવૃષ્ટિ, પૂરના કારણે જનજીવન ખોરવાયુ છે. પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં સિંધુ ડેલ્ટા નદી વિસ્તાર દરિયામાં ડૂબી રહ્યો છે. જેના લીધે ત્યાંના 40 ગામડાંઓ ઉજ્જડ થયા છે. લોકો પલાયન કરી રહ્યા છે. સિંધુ ડેલ્ટા પ્રદેશમાં એક સ્થાયી સભ્યતાનો નાશ થયો છે. વાસ્તવમાં સિંધ પ્રાંતના દક્ષિણ […]

Continue Reading

ગુજરાત બોર્ડ દ્વારા ધો 9 થી 12માં ગુજરાતી-ઉર્દૂના ચાર પુસ્તકમાં ભગવદ્ ગીતાના પાઠ ઉમેરાયા

ગુજરાત બોર્ડ દ્વારા ધો.9 થી 12માં કેટલાક વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ બદલવામા આવ્યા છે અને નવા પરિરૂપ જાહેર કરાયા છે. કારણ કે, સરકારના ઠરાવ મુજબ, ધો.9 થી 12માં પ્રથમ ભાષાના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ ગીતાના બે-બે પાઠ ઉમેરવામા આવ્યા છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ સહિતના ચાર પ્રથમ ભાષા વિષયોમાં આ પાઠ ઉમેરવામા આવતા આ ચારેય વિષયના […]

Continue Reading