કચ્છ પર આધારિત ગુજરાતી ડૉક્યુ-નોવેલ ‘કચ્છ ફાઇલ’ની અંગ્રેજી આવૃત્તિ ‘કેક્ટસ ક્રાઇમ’ને ‘બેસ્ટ ક્રાઇમ થ્રિલર’ (ટ્રુ ઈવેન્ટસ) જાહેર કરાઈ છે. કચ્છના ભૂતપૂર્વ તંત્રી અને નામાંકિત રિપોર્ટર વિપુલ એન. વૈધના અહેવાલો અને અનુભવને આવરતી અને શૈલેષ ભાવસાર અનુવાદિત ‘કેક્ટસ ક્રાઇમ’ને આ એવોર્ડ ધ લિટરેચર ટાઈમ્સ દ્વારા લિગસી ઓફ લિટરેચર અવોર્ડની વિજેતા જાહેર કરવામાં આવી હતી. આયોજકોએ આ અવોર્ડને પ્રફુલ શાહની વાર્તા કથનની ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને શબ્દો થકી પરંપરા સર્જનની કલા ગણાવી હતી.
હાલ વિવિધ અખબારોમાં ચાર કોલમ લખતા પ્રફુલ શાહની ચાર ભાષામાં પ્રગટ થયેલી સૌથી સફળ, અને લોકપ્રિય ઇમોશનલ થ્રિલર નવલકથા ‘ફાધર્સ ડે'(ગુજરાતીમાં ‘દ્રશ્યમ અદ્રશ્યમ’)ને ‘એવરી ડે હિરો એવોર્ડ આપવાનું વર્ધી વેલનેસ સંસ્થા દ્વારા જાહેર કરાયું હતું. આ નવલકથા પોતાના માસુમ અપહ્રત પુત્રને શોધવાની પિતા સુર્યકાંત ભાંડેપાટિલની હ્રદયસ્પર્શી સંઘર્ષ-ગાથા છે.
પ્રફુલ શાહના પુસ્તક’ યુધ્ધ કેસરી’ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રતિષ્ઠિત રામનારાયણ પાઠક પુરસ્કારથી નવાજાયું હતુ. તેઓ પાંચ ભાષામાં ૫૦ પુસ્તકો આપવા સાથે ફિલ્મ, ટીવી, નાટક અને વેબ કન્ટેન્ટ લેખક પણ છે.
