મુંબઈ લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાને લઈને બે મહિલાઓ વચ્ચે ઝઘડો થયો. આ ઘટના ત્યારે બની જ્યારે એક મહિલાએ બીજી મહિલાને મરાઠીમાં બોલવાનું કહ્યું. બીજી મહિલાએ વિરોધ કર્યો અને કહ્યું, “ક્યાં લખ્યું છે કે મરાઠી બોલવું ફરજિયાત છે? હું મરાઠી બોલું કે નહીં તે મારી પસંદગી છે.” આ વાતને લઈને બંને વચ્ચે દલીલ વધુ ઉગ્ર બની. કેટલાક મુસાફરોએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો.
