હેવારોની સીઝન શરૂ થતાં જ માત્ર 10 દિવસમાં ખાંડ ત્રણ ટકાથી વધુ મોંઘી થઈ

તહેવારોની મોસમ શરૂ થતાં જ ખાંડના ભાવ વધવા લાગ્યા છે. છેલ્લા ૧૦ દિવસમાં જ ખાંડ સાડા ત્રણ ટકા મોંઘી થઈ ગઈ છે. તહેવારોને કારણે ઓગસ્ટ મહિનામાં માંગમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે ભાવમાં વધુ વધારો થશે, આને ધ્યાનમાં રાખીને, સરકારે ઓગસ્ટ મહિના માટે ૨૨.૫ લાખ મેટ્રિક ટન ખાંડનો ક્વોટા ફાળવ્યો છે જેથી વધતા ભાવોને […]

Continue Reading

GJEPCના કાર્યક્રમમાં અનુલ કપૂરે ડૉ. ધર્મેન્દ્ર કુમારને ₹75 લાખનો ચેક સોંપ્યો — દેશના સૌથી મોટા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ માટે સન્માન

આરોગ્ય સેવા અને સામાજિક ક્ષેત્રમાં આદરભર્યો પ્રસંગ ઊભો થયો, જ્યારે જાણીતા ફિલ્મ અભિનેતા અનિલ કપૂર, GJEPCના અધ્યક્ષ કિરીત ભંસાલી, ઉપાધ્યક્ષ શૌનક પારેખ, અને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર વિવેક ફણસલકરની ઉપસ્થિતિમાં ડૉ. ધર્મેન્દ્ર કુમારને ₹75 લાખનો ચેક આપવામાં આવ્યો. આ સમારોહ બાંદ્રા (વેસ્ટ) સ્થિત Jio World Convention Centre ખાતે યોજાયો. આ સન્માન R.K. HIV AIDS Research […]

Continue Reading

યુવાધનને ભારતીય સંસ્કૃતિના વારસાથી અવગત કરાવતી ફિલ્મ NRI DULHAN

આજનું યુવાધન જે વિદેશના રંગે રંગાઈ પરદેશ જવાની ઘેલછા રાખે છે ત્યારે ભરત મહેતા પ્રોડક્શન હાઉસ દ્વારા ભારતની સંસ્કૃતિ ને અવગત કરાવી વિદેશમાં વસતા યુવાધનને ફરી સન્માર્ગે વળવાનું કામ પ્રોડ્યૂસર વિપુલભાઈ સંઘવી અને રમેશભાઈ શાહે NRI DULHN ફિલ્મ બનાવી કરી રહ્યા છે આ ફિલ્મના ડાયરેક્ટર રફીક પઠાણ છે. તો ફિલ્મની વાર્તા દિલીપ રાવલ ભરત મહેતા […]

Continue Reading

ગુજરાતમાં 10 વર્ષમાં બટાટાનું ઉત્પાદન 12 લાખ મેટ્રિક ટન વધ્યું પણ ખેડૂતો ઠેરના ઠેર, કંપનીઓના કારણે નથી મળતો ભાવ

ગુજરાતમાં બટાટાનાં ઉત્પાદનમાં છેલ્લા 10 વર્ષમાં 1239769 મેટ્રિક ટનનો વધારો જોવા મળ્યો છે. પરંતુ તેની સામે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ઠેરના ઠેર રહ્યા છે. ખેડૂતો તેનું મૂળ કારણ કોન્ટ્રાકટ ફાર્મિંગ હોવાનું જણાવી રહ્યા છે. કારણકે, કોન્ટ્રાકટ ફાર્મિંગના વાવેતર તથા ઉત્પાદનમાં મોટો ઉછાળો નોંધાયો છે અને ઉત્પાદન વધતા ભાવમાં ઘટાડો થવાથી ખેડૂતો પીસાઈ રહ્યા છે. […]

Continue Reading

છ મહિના માટે બંધ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ, જાણો વૈકલ્પિક રૂટ

 એસજી હાઈવે પર ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરીને કારણે વાયએમસીએ ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ 11 ઓગસ્ટથી 6 મહિના માટે તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રખાશે. 1.2 કિલોમીટર લાંબા રોડને બંધ કરી ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી વાહનચાલકોએ વાયએમસીએથી કર્ણાવતી ક્લબ સુધી જવા માટે 2 કિલોમીટર ફરીને જવું પડશે. […]

Continue Reading

વડોદરામાં પાર્કિંગનો લોહીયાળ બનતો મુદ્દો,રોજ મારામારીઃપાર્કિંગના મુદ્દે બે વર્ષમાં ત્રીજી હત્યા

વડોદરામાં પાર્કિંગના મુદ્દે હવે લોહીયાળ પ્રત્યાઘાત પડી રહ્યા છે અને મારામારીના બનાવો રોજના બની રહ્યા છે.ગઇકાલે ભાયલીમાં પાર્કિંગના મુદ્દે હત્યાનો બનાવ બન્યો તે પહેલાં બે વર્ષના ગાળામાં પણ પાર્કિંગના મુદ્દે હત્યાના બે બનાવ બન્યા હતા. જ્યારે,મારામારીના બનાવો રોજના બની ગયા છે. શહેરમાં ટ્રાફિકની સાથે સાથે હવે સોસાયટીઓ,પોળો અને બજારોમાં આડેધડ પાર્ક થતા વાહનોનો મુદ્દો લોહીયાળ […]

Continue Reading

સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો સાગર ઘુઘવ્યો, સોમનાથમાં 1 લાખ ભાવિકોના દર્શન

રાષ્ટ્રમાં  ભગવાન શિવજીને રીઝવવાનો સર્વોત્તમ દિવસ આજે બીજા શ્રાવણી સોમવારે શિવમંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી. જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજે રાત્રિ સુધીમાં આશરે એક લાખ ભાવિકોએ આવીને ભોળાનાથના દર્શન કરીને શીશ નમાવ્યું હતું. શ્રાવણ માસમાં સરવડાં સિવાય વરસાદી વિરામના કારણે ભોળાનાથના દર્શન માટે ગામેગામ ભાવિકોની ભીડ જામી હતી. ઐતહાસિક શિવમંદિરોમાં આખો દિવસ અભિષેક,પૂજન, મંત્રજાપ, […]

Continue Reading

ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઃ ધરણાં કર્યાં

ગાંધીનગર સહિત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની ભરતી સંબંધે બીજા રાઉન્ડની તાત્કાલીક જાહેરાત કરવાની માંગણી સાથે ટાટ પાસ ઉમેદવારોએ સરકારીની ઢીલી નીતિ સામે વિરોધ પ્રદશત કર્યો. પાટનગરમાં વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારો ધરણા પર બેસી ગયા હતાં. એક દાયકાથી શિક્ષકની નોકરી મળવાની રાહ જોઇ રહેલા ઘણા ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષ થવા આવી હોય […]

Continue Reading

પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો

ઉના તાલુકાના ભાચા ગામમાં રહેતો એક શ્રમજીવી પરિવાર ગત રાત્રે ઝુંપડામાં ઉંઘી રહ્યો હતો ત્યારે ત્યાં ચડી આવેલો દીપડો પિતાનાં પડખામાં ઉંઘતા બે વર્ષના બાળકને ઉપાડી ગયો હતો. બૂમાબૂમ થતાં પરિવાર જાગી પાછળ ગયો હતો પરંતુ દીપડો આંબાવાડીમાં નાસી ગયો હતો. ત્યાં શોધખોળ દરમ્યાન બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવથી શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી […]

Continue Reading

મહાદેવી હાથીને વંતારાથી પાછો લાવવામાં આવશે ? મુખ્યમંત્રીએ આજે બેઠક બોલાવી

નંદાણી મઠના મહાદેવી હાથીને ગુજરાતના વંતારા મોકલવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યા બાદ, મહાદેવીને વંતારા લઈ જવામાં આવી. આને કારણે કોલ્હાપુર જિલ્લામાં ગુસ્સે ભરાયેલા પ્રત્યાઘાતો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. વિરોધ પણ થઈ રહ્યો છે. આની નોંધ લેતા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ સંદર્ભમાં એક બેઠક બોલાવી છે. મંગળવારે (૫ ઓગસ્ટ) એક […]

Continue Reading