GJEPCના કાર્યક્રમમાં અનુલ કપૂરે ડૉ. ધર્મેન્દ્ર કુમારને ₹75 લાખનો ચેક સોંપ્યો — દેશના સૌથી મોટા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ માટે સન્માન

Latest News આરોગ્ય કાયદો ગુજરાત

આરોગ્ય સેવા અને સામાજિક ક્ષેત્રમાં આદરભર્યો પ્રસંગ ઊભો થયો, જ્યારે જાણીતા ફિલ્મ અભિનેતા અનિલ કપૂર, GJEPCના અધ્યક્ષ કિરીત ભંસાલી, ઉપાધ્યક્ષ શૌનક પારેખ, અને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર વિવેક ફણસલકરની ઉપસ્થિતિમાં ડૉ. ધર્મેન્દ્ર કુમારને ₹75 લાખનો ચેક આપવામાં આવ્યો. આ સમારોહ બાંદ્રા (વેસ્ટ) સ્થિત Jio World Convention Centre ખાતે યોજાયો.

આ સન્માન R.K. HIV AIDS Research and Care Centre દ્વારા આયોજિત વિશ્વના સૌથી મોટા નિઃશુલ્ક જનરલ મેડિકલ કેમ્પ માટે આપવામાં આવ્યો છે, જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

ચેક પ્રાપ્ત કરતા ડૉ. ધર્મેન્દ્ર કુમારે કહ્યું,

“GJEPC દ્વારા મળેલી આ સહાય અમારું મિશન વધુ મજબૂત બનાવે છે. અમારું ધ્યેય છે કે દેશમાં કોઈપણ વ્યક્તિ સારવારથી માત્ર સાધનસિમિતતાના કારણે વંચિત ન રહે.”

પાછલા 20 વર્ષથી ડૉ. કુમાર ભારતના અનેક વિસ્તારોમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજી રહ્યા છે, અને છેલ્લા 4 વર્ષથી તેઓ બોલીવુડના કામદારો માટે પણ આરોગ્ય કેમ્પ કરે છે.

આ સંસ્થાએ અત્યાર સુધીમાં હજારો વ્હીલચેર, મફત વાચન ચશ્માં અને કરોડો રૂપિયાનું મફત દવાઓનું વિતરણ જરૂરીયાતમંદ દર્દીઓને કર્યું છે.

તેમજ ડૉ. ધર્મેન્દ્ર કુમાર ભારત સરકાર સાથે “ટિબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ક્ષયરોગ નાબૂદી માટે પણ કાર્યરત છે.

GJEPCની આ સહાય રાજ્ય અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના સહકાર દ્વારા સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવી શકે છે તેનો ઉત્તમ દાખલો છે. આ પ્રસંગે આરોગ્ય, મનોરંજન અને ઉદ્યોગ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ એકઠા થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *