મહિલા તબીબને 3 મહિના ડિજિટલ અરેસ્ટ રાખી રૂ. 19.24 કરોડ પડાવ્યા: ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણી

 ગાંધીનગરના વૃદ્ધ વિધવા મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 19.14 કરોડની ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણી વસૂલવામાં આવી છે. કમ્બોડિયાની ગેંગ દ્વારા મહિલા તબીબને સતત ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને એટલે કે, સતત પીછો કરવામાં આવતો હતો. ગાંધીનગરની વૃદ્ધાને ‘તમારા ફોનથી લોકોને વાંધાજનક મેસેજ કરવામા આવ્યા છે અને જે પોસ્ટ કરો છો તે […]

Continue Reading

દુકાનમાં ભીક્ષાવૃત્તિના બહાને જઇ ચોરી કરતી યુવતી ઝડપાઇ

ભીક્ષાવૃત્તિના બહાને જઇ દુકાનધારક કે ઓફિસધારકની નજર ચૂકવી ડ્રોઅરમાંથી પૈસા તફડાવી લેતી સપના ચાડમિયા (ઉ.વ. 24, રહે. કાલાવડ)ને એલસીબી ઝોન-1ના સ્ટાફે ઝડપી લીધી છે. તેણે પિતા બચુ ઉર્ફે જાડા સાથે મળી પાંચેક સ્થળેથી ચોરી કર્યાની કબૂલાત આપી છે. તેના પિતા હાથમાં નહીં આવતાં તેની પોલીસે શોધખોળ જારી રાખી છે. સરધાર ગામે દુકાન ધરાવતા વેપારી અડધુ […]

Continue Reading

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં: લોકસાહિત્યકાર મીરાબેન આહિરને થયો કડવો અનુભવ, ગંભીર આક્ષેપો

રાજકોટની સિવિલ હોસ્પિટલ એકવાર ફરી વિવાદના વમળમાં ફસાઈ છે. પ્રસિદ્ધ લોકસાહિત્યકાર મીરાબેન આહિરે રાજકોટ હોસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મીરાબેન આહિરના જણાવ્યા અનુસાર, તેઓ તેમના ભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા. આશરે 45 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા હોવા છતાં, તેમના ભાઈનો કેસ નોંધવામાં આવ્યો ન હતો. […]

Continue Reading

ગાઝિયાબાદના ફેક એમ્બેસી કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા : હર્ષવધનેે 300 કરોડની છેતરપિંડી કરેલી

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ફેક એમ્બેસી ચલાવવાના આરોપમાં ઝડપાયેલા હર્ષવર્ધન જૈનના કેસમાં નોઈડા એસટીએફ રોજ નવા ખુલાસાઓ કરી રહી છે. એસટીએફના અધિકારીઓના જણાવ્યા મુજબ, હર્ષવર્ધનના કવિનગર, બી-35 સ્થિત ભાડાના બંગલામાંથી મળેલા દસ્તાવેજોની તપાસમાં ખુલાસો થયો છે કે તેણે એહસાન અલી સૈયદ સાથે મળીને વિદેશમાં અનેક કંપનીઓ રજિસ્ટર કરાવી હતી. અત્યાર સુધીમાં 25થી વધુ શેલ કંપનીઓ અને […]

Continue Reading

અમેરિકામાં ફરી ગોળીબાર: ન્યૂયોર્કમાં પોલીસ અધિકારી સહિત 5ના મોત, હુમલાખોરે ખુદને પણ ગોળી મારી

અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. સોમવારે (28 જુલાઈ) ન્યૂયોર્કના સેન્ટ્રલ મેનહટનમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારીએ પણ જીવ ગુમાવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, હુમલો કરનાર વ્યક્તિ પોતે પણ માર્યો ગયો છે. પોલીસે જણાવ્યું કે તેણે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા […]

Continue Reading

મહાયુતિના મંત્રીઓના વર્તન અંગે રાજ્યપાલને ફરિયાદ, મુખ્યમંત્રી ફડણવીસે સ્વીકાર્યું

ઠાકરેની શિવસેનાના નેતાઓએ મહાયુતિ સરકારમાં વિવાદાસ્પદ મંત્રીઓ અંગે રાજ્યપાલને ફરિયાદ કરી છે. ફરિયાદ કરવામાં આવી હતી કે રાજ્યના પાંચ મંત્રીઓનું વર્તન બેજવાબદાર છે, જે વિધાનસભાની પવિત્રતાને ઠેસ પહોંચાડી રહ્યું છે. ઠાકરેની શિવસેનાએ રાજ્યપાલ પાસેથી આવા બેજવાબદાર મંત્રીઓના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. ઠાકરેની શિવસેનાના નેતાઓએ મહાયુતિ સરકારમાં વિવાદાસ્પદ મંત્રીઓમા યોગેશ કદમ, માણિકરાવ કોકાટે, સંજય શિરસાટ, […]

Continue Reading

પુત્રએ ઑનલાઈન ગેમ રમવા માતાની હત્યા કરી સોનાના દાગીના ચોર્યા…

વસઈમાં સાવકા પુત્રએ ઑનલાઈન ગેમ રમવા માટે રૂપિયાની જરૂર હોવાથી યુવાને માતાની હત્યા કરી ઘરમાંથી સોનાના દાગીના ચોર્યા હતા. કાનૂની કાર્યવાહીથી પુત્રને બચાવવા પિતાએ લોહીના ડાઘ સાફ કરી ડૉક્ટર પાસેથી ખોટું ડેથ સર્ટિફિકેટ મેળવીને પત્નીના શબને કબ્રસ્તાનમાં દાટી દીધું હતું. પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી ડૉક્ટરને તાબામાં લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના વસઈના ગોખિવરેમાં […]

Continue Reading

પુણેના કપલનો વાયરલ વીડિયો | પુણે્મા બાઇક પર જીવલેણ રોમાંસ કરતુ કપલ..

પુણેના એક કપલનો ચાલતી બાઈક પર રોમાંન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો પુણેના શિંદેવાડી વિસ્તારના ખેડ શિવપુર વિસ્તારમાં રસ્તાનો છે. એક યુવક ઝડપથી બાઈક ચલાવી રહ્યો છે અને યુવતી ચાલતી બાઇક પર પેટ્રોલ ટાંકી પર વિરુદ્ધ દિશામાં બેઠી હતી. નજીકના નાગરિકોએ તેમના મોબાઇલ ફોનમાં ઘણા વીડિયો રેકોર્ડ કર્યા. આ કપલ એકબીજામાં […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરના રેકેટનો પર્દાફાશ !!!

ગાંધીનગર શહેર નજીક આવેલા મહેદરા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં આંતરરાષ્ટ્રીય કોલસેન્ટર ધમધમી રહ્યું હોવાની માહિતીને પગલે ગાંધીનગર એલસીબી ૨ની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અહીં મહિલા સહિત ચાર વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી ૧૧ લેપટોપ, પાંચ મોબાઈલ અને અન્ય ઉપકરણો મળીને ૨.૧૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. હાલમાં ગેરકાયદેસર […]

Continue Reading

ખુદ સગા પિતાએ 12 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી

રાજકોટમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં નરાધમ ચોકીદારે તેની ૧૨ વર્ષની ફૂલ જેવી પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં છેલ્લા છ મહિનાથી તેના કુમળા શરીર સાથે અડપલા કરતો હતો. આખરે તેની પત્ની જોઇ જતાં ભાંડો ફૂટયો હતો. તે સાથે જ ઘરેથી ભાગી ગયો હતો. ખુદ તેની પત્નીએ તેની […]

Continue Reading