ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો…

Latest News અપરાધ આરોગ્ય કાયદો

અહીં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુવકનું અન્ય મહિલા સાથેની અગાઉ થયેલી વાતનું રેકોર્ડિંગ વાયરલ કરવા મુદે મહિલાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા પતિ-પત્ની અને તેના મિત્રે ઠપકો આપનારના ઘરે જઇ હુમલો કરી પરિવારજનોને માર મારતા આ પરિવારના એક યુવાને ડરી જઇ ઝેરી પાઉડર ગટગટાવી લીધો હતો.

આ ભાદરનાં સામાકાઠે આવેલા નરસંગ ટેકરી વિસ્તારમા રહેતા જગદીશભાઈ પુંજાભાઈ પારઘી (ઉ.વ. ૪૨ ) તેની પત્ની રીટાબેન અને પુત્ર ધ્વ પોતાનાં ઘરે હતા. ત્યારે અશ્વીન વિનુભાઇ વેગડા તેની પત્ની નીતાબેન વેગડા અને શાહરૂખ તરખેશા એ ઘરમા ઘુસી બિભત્સ ગાળો ભાંડી ઢીકા પાટુનો માર માર્યો હતો. અને ઘર પર પથ્થરમારો કર્યો હતો. હુમલાખોર દંપતી સહીત ત્રણેય શખસોએ આપેલી ધમકીથી ડરી ગયેલા જગદીશભાઇ પારઘીએ ઝેરી પાવડર પી લીધો હતો. મારામારીમા ઘવાયેલા અને ઝેરી પાવડર પી લેનાર યુવકને સારવાર માટે જુનાગઢ સીવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા જગદીશભાઇ પારઘીનુ મહીલા સાથેનુ કોલ રેકોડીંગ અશ્વીન વેગડાએ વાયરલ કર્યુ હતુ જે અંગે જગદીશભાઈ પારઘીનાં પત્ની રીટાબેને ફોન કરી અશ્વીનભાઈ વેગડાને ઠપકો આપતા ફોનમા બીભત્સ ગાળો ભાંડી તુ ઘરે જ રહેજે હુ અમણા ત્યા આવું છું. તેમ કહી અશ્વીન વેગડા પોતાની પત્ની અને મીત્ર સાથે જગદીશ પારઘીનાં ઘરે પહોંચ્યા હતા. અને હુમલો કરી ધમકી આપી હોવાની પોલીસ દફતરે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદનાં આધારે જેતપુર પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *