કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભામાં કેન્દ્રીય કાર્મિક રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘરડા માતા-પિતાની દેખરેખ સહિત પર્સનલ રિઝનને કારણે 30 દિવસ સુધીની રજા લઇ શકે છે. જ્યારે રાજ્યસભામાં સવાલ કરાયો હતો કે ઘરડા માતા-પિતાની દેખરેખ માટે સરકારી કર્મચારીઓની રજાઓ અંગે કોઈ જોગવાઈ છે કે નહીં? તેના જવાબમાં જિતેન્દ્ર સિંહે આ જવાબ આપ્યો હતો.
રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્રીય સિવિલ સેવા (રજા) નિયમ, 1972 હેઠળ એક કેન્દ્રીય કર્મચારીને દર વર્ષે 30 દિવસની અર્ન્ડ લીવ, 20 દિવસની હાફ પે લીવ, આઠ કેઝ્યુલ લીવ અને વર્ષમાં બે દિવસ પ્રતિબંધિત હોલિડેની રજા મળે છે. આ રજાઓ કોઈ પણ પર્સનલ કારણોસર લઇ શકાય છે જેમાં તેમના ઘરડા માતા-પિતાની દેખરેખ પણ સામેલ છે.
