મરાઠાઓને ઓબીસીમાંથી અનામત નહીં: મુખ્યમંત્રીનો સ્પષ્ટ સંકેત

Latest News આરોગ્ય કાયદો રાજકારણ

અન્ય પછાત વર્ગો (ઓબીસી)ની યાદીમાં ૩૫૦ થી વધુ જાતિઓનો સમાવેશ પહેલાથી જ છે. મરાઠા સમુદાયને અલગથી ૧૦ ટકા અનામત આપવામાં આવી છે. આવા સમયે, મરાઠા સમુદાયને ઓબીસી ક્વોટામાંથી અનામત આપવામાં આવશે નહીં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મનોજ જરંગેએ શરૂ કરેલ વિરોધ પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં સ્પષ્ટ સંકેત આપ્યો હતો.

મરાઠા સમુદાયના નેતા મનોજ જરંગેએ ઓબીસીમાંથી અનામત અને અન્ય માંગણીઓ માટે મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિત સમય માટે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ પૃષ્ઠભૂમિમાં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે, લોકશાહીમાં, કોઈપણ વ્યક્તિને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અને તેમની માંગણીઓ માટે વિરોધ કરવાનો અધિકાર છે. જો આ વિરોધ પ્રદર્શન માટે આપવામાં આવેલા નિયમો અને માપદંડો અનુસાર કરવામાં આવે છે, તો અમને કોઈ વાંધો નથી. બોમ્બે હાઈકોર્ટે પણ માપદંડ નક્કી કર્યા છે. તેથી, હવે તે સરકારના હાથમાં નથી.

ઓબીસી ક્વોટામાંથી મરાઠા સમુદાય માટે અનામતના મુદ્દા પર ફડણવીસે કહ્યું કે, મારા અને એકનાથ શિંદેના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મરાઠા સમુદાય માટે અનામતનો મુદ્દો ઉકેલાયો હતો. બીજા કોઈએ તેનો ઉકેલ લાવ્યો નથી. અમારી સરકારે મરાઠા સમુદાયને દસ ટકા અલગ અનામત આપી છે અને તે આજ સુધી યથાવત છે અને તેનો લાભ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અને યુવાનો નોકરીઓ માટે મેળવી રહ્યા છે.

આજે ઓબીસીમાં ૩૫૦ થી વધુ જાતિઓ છે. જો આપણે મેડિકલ પ્રવેશના ઉદાહરણ પર નજર કરીએ તો, ઓબીસી હેઠળનો કટઓફ આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગો (એસીબીસી-મરાઠા) કરતા ઉપર અથવા વધુ છે. એસીબીસ-મરાઠાનો કટઓફ આર્થિક રીતે નબળા વર્ગો (ઇડબ્લ્યુએસ) માટેના કટઓફથી ઉપર છે. તેથી, મને ખ્યાલ નથી કે ઓબીસી ક્વોટામાંથી મરાઠા સમુદાય માટે અનામતની માંગને કારણે સમુદાયના વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થશે. જો આપણે આ આંકડાઓને ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે મરાઠા સમુદાયના હિતમાં શું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *