ગમ્મત સાથે જ્ઞાન એટલે આનંદ ભાઈ પંડિત ની ફિલ્મ ચણિયા ટોળી. એક વાર ટાઇટલ વાંચીને એમ થાય કે આ કોઈ મહિલા શક્તિ પર જ ફિલ્મ હશે. ચાર મળે ચોટલા ઘર ના ભાગે ઓટલા પણ હવે આ કહેવત ખોટી પડે અને સાત ચણિયા અને એક ધોતિયું ભેગા થાય એટલે સમાજ માં કઈક ઈતિહાસ રચાશે તેવી આનંદ પંડિત અને વૈશલ શાહ નિર્મિત, જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલ આ ચણિયા ટોળી ગુજરાતી ફિલ્મ એક વાર તો અવશ્ય જોવા જેવી છે . જય સોની અને દરેક કલાકારો નો અભિનય અદ્ભુત છે . ભારતીય સંસ્કૃતિ ના ગામડાઓ ના આબેહૂબ દ્રશ્યો જોઈ આપણું બચપણ યાદ આવી જાય અને નવી પેઢી માટે એક નજરાણું છે . ફિલ્મ ના ડાયલોગ પણ જ્ઞાન થી ભરેલા છે , સંગીત , મ્યુઝિક અને ગીત ના શબ્દો પણ પ્રેરણા છે . દરેક ને હસતી હસાવતી રૂપા આનંદ પંડિત ની આ ફિલ્મ ચણિયા ટોળી માં આનંદ જ આનંદ છે , એક વાર જોવાની તક ચૂકતા નહીં . પાંજરામાં પોપટ બોલે ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું છે . ફિલ્મ જોયા પછી તમે પણ કહેશો કે મન માં ચણિયા ચોળી બોલે .
ધન્યવાદ આનંદ ભાઈ , રૂપા ભાભી , ડિમ્પલ બેન 🙏
