ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી સાત દિવસ દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી અને રાજસ્થાનમાં 26 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
- આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, નવી દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા, મધ્ય પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, બિહાર, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.
- જાણો કયાં રાજ્યોમાં કંઈ તારીખે પડી શકે છે વરસાદ
- 24 ઓગસ્ટ: પૂર્વ રાજસ્થાનમાં અત્યંત ભારે વરસાદનો અંદાજ છે. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે.
- 25 ઓગસ્ટ: ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે દિલ્હીમાં પણ હળવા વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેશે.
- 26 ઓગસ્ટ: પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ વધી શકે છે.
- 24 થી 30 ઓગસ્ટ : ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, મધ્ય પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, બિહાર, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ થવાનો અંદાજ છે.
- 27 ઓગસ્ટ: જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
- 28 ઓગસ્ટ: અરુણાચલ પ્રદેશમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી યથાવત છે.
- 24 થી 19 ઓગસ્ટ સુધી (ઝારખંડ): ઝારખંડમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાનો અંદાજ છે.
- હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થવા અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાવાની ચેતવણી આપી છે. આથી, લોકોને સલામત રહેવાની અને મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે.
