બાવળાના નાનોદરા ગામની સીમમાં ખેતરની ઓરડમાં ચાલતી જુગારની ક્લબ ઝડપાઇ છે. કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસે છ શકુનીને ઝડપી સ્થળ પરથી રૂ.૧૦,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બાવળા તાલુકાના નાનોદરા ગામની સીમમાં એક ખેતરની ઓરડીમાં લાઇટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યાં હોવાની બાતમીના આધારે કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડયો હતો. પોલીસના દરોડા દરમિયાન કાંતીભઆઇ મથુરભાઇ પટેલ, વિનોદ લાલજીભાઇ કોળી પટેલ, ધર્મેન્દ્રભાઇ રમેશભાઇ મેર, સામજીભાઇ ઉર્ફે પીન્ટુ રામજીભાઇ કોળી પટેલ, સંદિપભાઇ ભરતભાઇ મેર, ભગવસિંહ મંગળસિંહ વાઘેલા તમામ રહે.નાનોદરા, તા.બાવળાને ઝડપી લીધા હતા. પોલીસે જુગાર રમતા શખ્સોની અંગ જડતી કરતા રૂ.૯૮૦૦ તથા જુગારના દાવ ઉફરથી રૂ.૪૫૦ રોકડા મળી કુલ રૂ.૧૦,૨૫૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધોળકા, બાવળા પંથકના અનુક ખેત વિસ્તારો તથા અમુક કામયી સ્થાઇ જગ્યાઓમાં ખાનગી ધોરણે મોટા પાયે જુગારધાનો ધમધમી રહ્યાં હોવાની લોકચર્ચા છે. પોલીસ અવારનવાર દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી પણ હાથ ધરે છે પરિણામ શૂન્ય આવે છે. દિનપ્રતિદિન નાના-મોટા જુગારધામો રાનગી ધોરણે ધમધમી રહ્યાં છે. જેથી પોલીસ તંત્ર વધુ ચાંપતી નઝર રાખે તો ખાનગી ધોરણે ચાલતા ઘણા જુગારધામો પર અંકુશ આવી શકે તેમ છે.
