નારોલમાં ભમ્મરીયા કેનાલ પાસે ગઇકાલે મોડી રાતે ચાર શખ્સોએ આવ્યા હતા અને શ્રાવણ માસ ચાલે છે તેમ ઇંડાની લારી બંધ કરતા નથી તેમ કહીને તકરાર કરીને લારી ઉંધી કરીને ચાકુ બતાવીને ખુરસીઓ તથા ટેબલની તોડફોડ કરીને પાંચ જણાને માર મારીને આતંક મચાવ્યો હતો. એક યુવકને માથામાં પથ્થર વાગતા ગંભીર હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાકુ બતાવી કારીગરોને માર મારી ખુરશીઓ, ટેબલોની તોડફોડ કરી પથ્થર મારતાં એક યુવક ગંભીર રીતે ઘાયલ ઃ નારોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો
વટવામાં રહેતા અને નારોલમાં કેનાલ નજીકમાં ઇંડાની લારી ધરાવતા વૃદ્ધે નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે મોડી રાતે ત્રણથી ચાર લોકો ત્યાં આવ્યા હતા અને શ્રાવણ માસ ચાલે છે તેમ ઇંડાની લારી બંધ કરતા નથી.
તેમ કહીને તકરાર કરીને લારી ઉંધી કરીને ચાકુ બતાવીને ખુરસીઓ તથા ટેબલની તોડફોડ કરીને પાંચ જણાને માર મારીને આતંક મચાવ્યો હતો. ચાકુ બતાવીને ડરાવતાં પાંચે લોકો ડરના માર્યા ખેતરંમાં સંતાઇ ગયા હતા. બાદમાં જાણ કરતાં નારોલ પોલીસ આવી હતી. મારામારીમાં એક યુવકને માથામાં પથ્થર વાગતા ગંભીર હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે નારોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.
