ગાંધીનગર । ગાંધીનગર નજીક કુડાસણ ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રેડિયો નઝરીયા FM 107.8 “અવાઝ હમારી” ના રેડિયો પ્રોડ્યુસર મયુરી પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આયોજક મિલાપ ટાટારિયા ટાઈગરના હસ્તે મયુરી પંડ્યાને “મહિલા
પુરસ્કાર 2026” આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જણાવાયું હતું કે નારીનું જીવન સેવા, સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાન સાથે જોડાયેલું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો દ્વારા મહિલા દિનના પ્રસંગે મહિલાઓના કાર્ય વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
