અમદાવાદ રિયલ્ટર એસોસિએશનના પ્રતિનિધિઓને નેશનલ સ્તરે મહત્વપૂર્ણ જવાબદારીઓ

Latest News ગુજરાત

અમદાવાદ રિયલ્ટર એસોસિએશનના પ્રતિનિધિઓને નેશનલ સ્તરે મહત્વપૂર્ણ જવાબદારીઓ

મુંબઈ સ્થિત જીઓ કન્વેન્શન સેન્ટરમાં તાજેતરમાં નેશનલ એસોસિએશન ઓફ રિયલ્ટર્સ – ઇન્ડિયા (NAR India) નું ભવ્ય કન્વેન્શન યોજાયું હતું. આ પ્રસંગે વર્ષ 2026 માટે નવી નેશનલ કમિટીની રચના કરવામાં આવી હતી.

ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ સંગઠન તરીકે કાર્યરત અમદાવાદ રિયલ્ટર એસોસિએશન (ARA) માટે ગૌરવની બાબત છે કે એસોસિએશનના બે પ્રતિનિધિઓને નેશનલ લેવલ પર મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે.

શ્રી રધ્વનિ શાહને ટ્રેઝરર – NAR India તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે શ્રી કમલ વાટલિયાને નોર્થ-વેસ્ટ ઝોનના પ્રતિનિધિ તરીકે NAR India માં મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે.

આ બંને પ્રતિનિધિઓ અમદાવાદ અને ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રને રાષ્ટ્રીય સ્તરે મજબૂત પ્રતિનિધિત્વ આપશે અને ઇન્ડસ્ટ્રીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવે છે.

અમદાવાદ રિયલ્ટર એસોસિએશન તરફથી બંને ને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે અને તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે.