જ્યોત ફાઉન્ડેશન અમદાવાદ કે જે 23 પ્રકાર ના દિવ્યાંગો માટે કાર્ય કરે છે

Latest News ગુજરાત મનોરંજન

જ્યોત ફાઉન્ડેશન અમદાવાદ કે જે 23 પ્રકાર ના દિવ્યાંગો માટે કાર્ય કરે છે તેના દ્વારા તારીખ 4 જુલાઈ ધુળેટીના દિવસે એક રંગારંગ કાર્યક્રમ “રંગીલો દિવ્યાંગ”-2026 ઉજવાઈ ગયો. દિવ્યાંગોના બેરંગ તથા મુશ્કેલ જીવનમાં તહેવારોની ઉજવણી દ્વારા ખુશીની થોડી પળો આપી શકીએ એવા હેતુથી આ સંસ્થા દ્વારા જુદા જુદા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ધુળેટી ના કાર્યક્રમ દરમ્યાન સુંદર પાર્ટી પ્લોટ ને મંડપ થી સજાવી ફૂલો તથા ઓર્ગેનિક રંગોથી લગભગ 500 જેટલા દિવ્યાંગો ધુળેટી રમ્યા. સાથે ડીજે અને ડાન્સ થી ધૂમ મચાવી. આ કાર્યક્રમ નું મુખ્ય આકર્ષણ દિવ્યાંગ કપલ ડાન્સ તથા દિવ્યાંગ સોલો ડાન્સ હતા. અક્ષર ફાર્મ પાર્ટી પ્લોટ તરફથી વિનામૂલ્ય પાર્ટી પ્લોટ તથા કામેશ્વર મહાદેવ ટ્રસ્ટ નારણપુરા તરફથી 500 દિવ્યાંગોને ટેબલ ખુરશી પર બેસાડીને જમાડવામાં આવ્યા. પુરા વર્ષ દરમિયાન જ્યોત ફાઉન્ડેશન તરફથી જેમણે સ્પોર્ટ્સમાં ભાગ લીધો હોય તેવા દરેક દિવ્યાંગોને આશ્વાસન ઇનામ, પેન ડ્રાઈવ તથા વિજેતા દિવ્યાંગોને પાવરબેંક આપવામાં આવી. આ ઉપરાંત જ્યોત ફાઉન્ડેશનના દરેક દિવ્યાંગ સભ્યને સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવી. આમ મહેમાનોના આશીર્વાદ સાથે આ કાર્યક્રમ પૂરો થયો