ગાંજા સાથે બોટાદના શખ્સને ઝડપ્યો

બોટાદના ટાઢાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારના રહેણાંકી મકાનમાંથી બોટાદ એસઓજીએ ૭૩૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈને બોટાદ ટાઉન પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ શહેરના સાળંગપુર રોડ પર અંડર બ્રીજ પાસેથી સોનાવાલા હોસ્પિટલ જવાના રસ્તે ટાઢાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા શૈલેષ મોહનભાઈ ઉર્ફે મનસુખભાઈ ડોડિયા પોતાના રહેણાંકી મકાનમાં ગેરકાયદે વનસ્પતીજન્ય સુકો ગાંજો રાખી વેચાણ કરતો હોવાની બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગૃપના સ્ટાફને મળેલી બાતમીના આધારે તપાસ કરતા તેના રહેણાંકી મકાનના રૃમમાં ઘર વખરીના સામાન વચ્ચે તગારામાં પ્લાસ્ટીકની બેગમાં રાખેલો રૃ.૩૬,૫૦૦ની કિંમતનો ૭૩૦ ગ્રામ વનસ્પતિજન્ય સુકો ગાંજો મળી આવ્યો હતો. જે અંગે બોટાદ એસઓજીએ બોટાદ ટાઉન પોલીસ મથકમાં શૈલેષ મોહનભાઈ ઉર્ફે મનસુખભાઈ ડોડીયા સામે એનડીપીએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...