મુંબઇ : રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’ના બીજા ભાગનું આશરે ૬૦ ટકા શૂટિંગનું કામ પુરૂ થઇ ચૂક્યુ છે. પણ બીજા ભાગમાં યુદ્ધના દૃશ્યો હોઇ તેમાં વીએફએક્સનું કામ વધારે રહેશે તેમ ફિલ્મના સિનેમેટોગ્રાફર પંકજ કુમારે જણાવ્યું હતું.ફિલ્મનો બીજો ભાગ વધારે ભવ્ય બનાવવાનો હોઇ તેમાં વીએફએક્સ અને મોશન કેપ્ચરનું કામ કરવામાં વધારે સમય લાગે તેમ છે.’રામાયણ’ના બીજા ભાગમાં વધારે કમ્પ્યુટર ગ્રાફિક્સ દ્વારા સર્જિત પાત્રો જોવા મળશે. જેમાં હનુમાન અને તેમની વાનર સેનાના પરાક્રમો બતાવવા માટે સીજીઆઇનો ઉપયોગ મોટાપાયે કરવામાં આવશે.રણબીર કપૂર અને સાઇપલ્લવીને રામસીતાની જોડી તરીકે પ્રસ્તુત કરતી ‘રામાયણ’ ફિલ્મનો પહેલો ભાગ દિવાળીમાં રજૂ થઇ ચૂક્યો છે અને બીજા ભાગને ૨૦૨૮ની દિવાળીમાં રજૂ કરવામાં આવશે.
રામાયણ ફિલ્મના બીજા ભાગનું 60 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું
