આજના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય લઈને ખૂબ જ ચિંતિત રહે છે. તેમાં પણ શરીરમાં એકવાર ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી બીમારી ઘર કરી જાય તો વ્યક્તિ હેરાન થઈ જાય છે. તેથી આપણે આપણો ડાયટ પ્લાન બરોબર રાખવો ખૂબ જ જરુરી છે. આજે અમે તમને એવી 5 અનાજની રોટલીઓ વિશે વાત કરીએ છીએ, જે ઘઉંની જગ્યાએ ડાયટમાં સમાવેશ કરવો ખૂબ લાભદાયી થઈ શકે છે.
1. રાગીની રોટલી
રાગીના આટા ડાયાબિટીશના દર્દીઓ માટે ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમા ફાઈબરની સાથે સાથે આયરન અને મિનરલ્સ પણ રહેલા હોય છે. તેની રોટલી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે અને બ્લડ સુગર લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે.
2. બાજરીના લોટનો રોટલો
બાજરીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ભરપુર માત્રામાં હોય છે, અને જમ્યા પછી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે અને વારં વાર ભૂખ પણ નથી લાગતી.
3. રાજગરાનો લોટ
ડાયાબિટીશના દર્દીઓ માટે રાજગરાના લોટ સૌથી વધુ ફાયદા કારક માનવામાં આવે છે. કારણ કે તેમા એન્ટી બાયોટિક ગુણ સાથે સાથે એન્ટીઓક્સીડેટ ગુણ, વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન ભરપુર માત્રામાં જોવા મળે છે. આ સાથે તે બ્લડ સુગર લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે.
4. ચણાનો લોટની રોટલી
ચણાના લોટમાં ધુલનશીલ ફાઈબર જોવા મળે છે. જે કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખે છે. સાથે બ્લડ શુગરની માત્રાને પણ એબ્જોર્બ કરે છે. તેથી ઘઉંના લોટ કરતા ચણાનો લોટ ઘણો ફાયડા કારક રહે છે.
5. બદામના આટાની રોટલી
હા, બદામના આટામાં બ્લડશુગરનું કન્ટ્રોલ કરવામાં ફાયદા કારક છે. આમા ગ્લાઈસેમિક ઈન્ડેક્સ અને કાર્બોહાઈડ્રેટ રહેલુ હોય છે. જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે.
