રાજ્યની ૨૪૬ નગર પરિષદો અને ૪૨ નગર પંચાયતોની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બીજી ડિસેમ્બરે મતદાન, ત્રીજી ડિસેમ્બરે મતગણતરી , અકોલા જિલ્લામાં એકમાત્ર પાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પેન્ડિંગ

Latest News આરોગ્ય દેશ રાજકારણ

મહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સૌથી મહત્ત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મંગળવારે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં ઇલેકશન કમિશનર દિનેશ વાઘમારેએ રાજ્યની ૨૪૬ નગર પરિષદો અને ૪૨ નગર પંચાયતોના કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ તમામ નગર પરિષદો અને નગર પંચાયતો માટે મતદાન બીજી ડિસેમ્બરે થશે. ત્યારબાદ તરત જ ત્રીજી ડિસેમ્બરે મતગણતરી થશે.રાજ્યની ૨૪૭ માંથી ૨૪૬ નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે. અકોલા જિલ્લામાં એકમાત્ર પાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પેન્ડિંગ રાખવામાં આવી છે. મર્યાદા વધારવાના ન્યાયિક કેસને કારણે પાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે. તેથી, ચૂંટણી પંચે પાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પેન્ડિંગ રાખી છે.
નગર પરિષદ અને નગર પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જે મુજબ ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત ૧૦ નવેમ્બર ૨૦૨૫થી થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૫ રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ થશે.
જ્યાં કોઈ અપીલ ન હોય ત્યાં ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૫ રહેશે. જ્યાં અપીલ હોય ત્યાં ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૫ નવેમ્બર ૨૦૨૫ રહેશે,’ એવી માહિતી ચૂંટણી કમિશનરે માહિતી આપી હતી.
‘ચૂંટણી પ્રતીકો ફાળવવાની તારીખ અને ચૂંટણી લડનારા ઉમેદવારોની અંતિમ યાદી ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવશે. મતદાનનો દિવસ ૨ ડિસેમ્બર ૨૦૨૫ રહેશે અને મત ગણતરી ૩ ડિસેમ્બર ૨૦૨૫ રહેશે. સરકારી ગેઝેટમાં પરિણામો પ્રકાશિત કરવાની તારીખ ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ રહેશે,’ એમ પણ ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું.
રાજ્યમાં ૨૪૬ નગર પરિષદો અને ૪૨ નગર પંચાયતો માટે સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આમાં કુલ ૮૬૮૫૯ સભ્યો અને ૨૮૮ અધ્યક્ષો ચૂંટાશે. ૨૪૬ નગર પરિષદોમાં ૧૦ નવી ચૂંટાયેલી નગર પરિષદોનો સમાવેશ થાય છે. ૨૩૬ નગર પરિષદોનો કાર્યકાળ પહેલાથી જ સમાપ્ત થઈ ગયો છે.
રાજ્યમાં કુલ ૧૪૭ નગર પંચાયતો છે. જેમાંથી ૪૨ નગર પંચાયતો માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેમાંથી ૧૫ નવી બનેલી છે. જ્યારે ૨૭ નગર પંચાયતોની મુદત પહેલાથી જ સમાપ્ત થઈ ગઈ છે. બાકીની ૧૦૫ નગર પંચાયતોની મુદત પૂર્ણ થઈ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *