1.02 કરોડ હેક્ટર જમીન બિનઉપજાઉ, વેરાન થવામાં દેશમાં ત્રીજો નંબર!

1.02 કરોડ હેક્ટર જમીન બિનઉપજાઉ, વેરાન થવામાં દેશમાં ત્રીજો નંબર!

ગુજરાતમાં જમીનનું ધોવાણ, ક્ષારનું વધતું પ્રમાણ અને રણીકરણની સમસ્યા અત્યંત ગંભીર સપાટીએ પહોંચી ગઈ છે. આ કારણોસર 1 કરોડ કરતાં વધુ જમીન બિન-ઉપજાઉ અને રણ બનવાની પ્રક્રિયાનો સામનો કરી રહી છે. આ ચિંતાજનક પરિસ્થિતિને જોતા કૃષિ ક્ષેત્ર માટે પર જોખમ મંડરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળના વધુ પડતા ખેંચાણને લીધે આગળ વધી રહેલી ખારાશ અને અનિયમિત હવામાનને કારણે જમીનની ફળદ્રુપતા ઝડપી ઘટી રહી છે. જે ખેતી માટે ખતરો સાબિત થઈ શકે છે. છેલ્લા આઠથી દશ વર્ષના ટુંકા ગાળાના જ રાજ્યના રણ અને બિન-ઉપજાઉ વિસ્તારમાં આશરે 1.85 લાખ હેક્ટરનો મોટો વધારો નોંધાયો છે.

બીજી તરફ, રાજ્યમાં અંધાધૂંધ ઔદ્યોગિકરણ અને ઝડપી શહેરીકરણની સીધી અસર ખેતીલાયક જમીન પર પડી રહી છે. છેલ્લા પાંચેક વર્ષમાં જ ગુજરાતની આશરે 2.28 લાખ હેક્ટર ફળદ્રુપ જમીન બિન-ખેતીલાયક બની છે. સૌથી ચોકાવનારી વાત એ છે કે, સૌથી વધુ ખેતીલાયક જમીન રહેણાંક અને વાણિજ્યિક બાંધકામો માટે બિન-ખેતીમાં ફેરવાઈ ગઈ છે.

કૃષિ અને પર્યાવરણના નિષ્ણાતોના મતે, રણીકરણ અને આમારાશ ગુજરાત માટે લાલબત્તી સમાન છે. જો ઓર્ગેનિક ખેતી, દરિયાઈ વિસ્તારમાં ખારાશ નિયંત્રણ, વ્યાપક વૃક્ષારોપણ અને પાણીના યોગ્ય સંચય માટે માઈકો-ઈરિગેશન જેવા નક્કર પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં નહીં આવે, તો રાજ્યમાં અન્ન અને ખેતી લાયક જમીનની ભારે અછત સર્જાશે તે દિવસો દૂર નથી.

>વરસાદી પાણીના વહેણને લીધે ફળદ્રુપ માટીનું ધોવાતા જમીનની ગુણવત્તા બગડે છે.
>દરિયાના ખારા પાણી પ્રવેશશે જેથી જમીન બિન-ઉપજાઉ બની રહી છે.
>કેમિકલ યુક્ત ખાતર અને જંતુનાશક દવાના વપરાશથી જમીનની ફળદ્રુપતા નાશ પામે છે.
>ભૂગર્ભ જળના વધુ પડતા ખેંચાણને લીધે જમીન સૂકી અને રેતાળ બની છે.
>ખેતરોમાં પાણી ભરાઈ જતાં જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે જે પાક માટે નુકસાનકારક છે.
>ફેક્ટરીઓનું કેમિકલયુક્ત દૂષિત પાણી છોડવાથી જમીન બિનઉપયોગી બને છે.
>જમીનની ફળદ્રુપતા ઘટવાથી પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...