નેગેટિવ માર્કેટિંગને કારણે મહાકાવ્ય શ્રી રામાયણ ફલોપ થઈ

નેગેટિવ માર્કેટિંગને કારણે મહાકાવ્ય શ્રી રામાયણ ફલોપ થઈ

પૌરાણિક ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ના નિર્માતા પ્રકાશ મહોબિયાએ તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી તેના માટે રણબીર કપૂરની રામાયણના નિર્માતાને જવાબદાર ઠેરવતાં આક્ષેપ કર્યો હતો કે નેગેટિવ માર્કેટિગ કરવામાં આવતાં તેની અસર મારી ફિલ્મ પર પડી હતી.

મહાકાવ્ય શ્રી રામાયણ કથાને બોક્સ ઓફિસ પર માંડ ૪૬ લાખ રૂપિયાની જ કમાણી થતાં ફિલ્મ ફલોપ પુરવાર થઇ છે. નિર્માતા મબોબિયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મારી ફિલ્મ વિશે યુટયુબર્સ અને ઇન્ફલુએન્સર્સમાં નકારાત્મક કોમેન્ટ ફેલાવવામાં આવી હતી અને અમારી ફિલ્મ ન જોવા માટે જણાવવામાં આવ્યું હતું.
આ નેગેટિવ માર્કેટિંગને કારણે અમને ઓડિયન્સ સુધી પહોંચવાની તક જ મળી નથી.

અભિષેક સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સીતાની ભૂમિકા અંજલિ અરોરાએ ભજવી હતી. ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટસ બાબતે પણ સોશ્યલ મિડિયા પર સવાલો કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...