વાહન પાર્કિંગ અને ગંદકી બદલ વોલટેમ્પ કંપની સીલ રૂ.1 લાખનો દંડ ફટકાર્યો

વાહન પાર્કિંગ અને ગંદકી બદલ વોલટેમ્પ કંપની સીલ રૂ.1 લાખનો દંડ ફટકાર્યો

વડોદરા શહેરના વોર્ડ નંબર-19માં ફૂટપાથ પર વાહનો પાર્ક કરવા અને આસપાસ ગંદકી થતી હોવાના મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનની સેનેટરી શાખાએ વોલટેમ્પ કંપની સામે કાર્યવાહી કરી છે. સેનેટરી શાખાની ટીમે કંપનીને સીલ કરી રૂ.1 લાખનો દંડ ફટકાર્યો હતો.

કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર જીગ્નેશ ગોહિલ અને વોર્ડ ઓફિસર જયેશ ગોહિલની સેનેટરી ટીમ દ્વારા કંપનીને અગાઉ પણ વારંવાર જાણ કરવામાં આવી હતી કે કંપનીના કર્મચારીઓના વાહનો ફૂટપાથ પર પાર્ક કરવામાં આવતા હોવાથી રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે. આ અંગે ફરિયાદો પણ મળી રહી હતી. ફૂટપાથ પર વાહનો પાર્ક થવાના કારણે ત્યાં ગંદકી થતી હોવાની ફરિયાદો પણ તંત્રને મળી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ, કંપનીને નોટિસ તથા સૂચનાઓ આપવામાં આવ્યા બાદ પણ પરિસ્થિતિમાં સુધારો થયો ન હતો. વારંવારની સૂચનાની અવગણના થતાં આજે સેનેટરી શાખાની ટીમે સ્થળ પર પહોંચી કંપનીને સીલ કરી રૂ.1 લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે, કંપની મેનેજમેન્ટે કોર્પોરેશનની કાર્યવાહી સામે પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે રસ્તાની સફાઈ કરવાની જવાબદારી કોર્પોરેશનની છે. કંપનીની બહારના ફૂટપાથ પર અસંખ્ય ગેરકાયદે લારીઓ ઊભી રહે છે, છતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...