‘ઝરિયા મહાદેવ’ પર થાય છે કુદરતી જળાભિષેક, વિજ્ઞાન પણ નથી ઉકેલી શક્યું રહસ્ય; જાણો ઇતિહાસ

‘ઝરિયા મહાદેવ’ પર થાય છે કુદરતી જળાભિષેક, વિજ્ઞાન પણ નથી ઉકેલી શક્યું રહસ્ય; જાણો ઇતિહાસ

પાંચાળ પ્રદેશના સુરેન્દ્રનગરના ચોટિલા ગામે આવેલું છે ઝરિયા મહાદેવનું શિવાલય. માંડલ વન વિસ્તારમાં એક ગુફામાં સ્વયંભૂ ‘ઝરીયા મહાદેવ’ બિરાજે છે. આ ગુફાની દીવાલમાંથી ચોવીસ કલાક પાણી ટપકે છે. જેને લીધે કુદરતી રીતે જ શિવલિંગ પર અવિરત જળાભિષેક થતો રહે છે. આ પાણી ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે તે અંગે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. આવો જાણીએ આ શિવાલયનો રોચક ઇતિહાસ…

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, 2 દિવસ આ વિસ્તારોને ધમરોળશે
પ્રકૃતિના સાનિધ્યમાં આવેલું આ અલૌકિક શિવાલયની આસપાસનો વિસ્તાર વેરાન વગડા સમો છે. ચોમાસામાં અહીં ચારેબાજુ સોળે કળાએ લીલોતરી ખીલી ઉઠે છે. વગડાની નીરવ શાંતિમાં પક્ષીઓનો મધુર કલરવ સંભળાય છે. પક્ષીઓના કલરવથી સુમસાન વગડાનું વાતાવરણ પણ પ્રફુલ્લિત બની જાય છે. શ્રાવણ માસમાં અને ખાસ કરીને શ્રાવણીયા સોમવારે અહીં મેળો ભરાય છે. દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન અને મેળો માણવા આવે છે. તો કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ અહીં વન ભોજનનો પણ આનંદ લે છે.
કહેવાય છે કે, મહાદેવ એકાંત પ્રિય છે. ભોળાનાથ હમેશા સ્મશાન કે વેરાન જગ્યાએ ધ્યાન મગ્ન રહેવાનું પસંદ કરે છે. માંડલ વન આવી જ એક વેરાન વગડા સમી જગ્યા છે. અહીં સ્વયંભૂ શિવલિંગ પર બારેમાસ અવિરત જળાભિષેક થાય છે. વિજ્ઞાન પણ આજદિન સુધી આ રહસ્યનો તાગ મેળવી શક્યું નથી. તેથી જ અહીં મહાદેવને ‘ઝરિયા મહાદેવ’ તરીકે ઓળખવામાં આવે છે. ચોટીલાથી આશરે 15 કિમી દૂર થાનગઢ રોડ પર આવેલું ઝરીયા મહાદેવ મંદિર એટલે પ્રભુ અને પ્રકૃતિનું રમણીય સંગમ.

આ ઝરીયા મહાદેવના ગુફામાં આવેલા શિવાલય સામે એક બીજી ગુફા છે. આ અંધારી ગુફામાં મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. શ્રાવણ માસમાં અસંખ્ય લોકો અહીં આવે છે. સૌરાષ્ટ્રના શહેરોના પર્યટકો અને છેક અમદાવાદ બાજુથી પણ શિવભકતો, શાળાઓના વિદ્યાર્થીઓ રમણીય સ્થળે પ્રવાસ માટે આવતાં હોય છે. ચોટીલા તાલુકાના અનેક પ્રાચીન રમણીય સ્થળોમાં આ ઝરીયા મહાદેવનું મંદિરનું પણ મહત્વ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...