કોન્ટ્રાક્ટરનું છરીના ઘા ઝીંકી મોત નિપજાવનાર શખ્સ ઝડપાયો

કોન્ટ્રાક્ટરનું છરીના ઘા ઝીંકી મોત નિપજાવનાર શખ્સ ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં અનૈતિક સંબંધની શંકાના આધારે એક સરેઆમ હત્યાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ભીમડાદ ગામે રહેતા અને ચેકડેમના લેબર કોન્ટ્રાક્ટરની ઉગામેડી-નિંગાળા રોડ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. હત્યારાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, તુરખા ગામના રહેવાસી હરેશ પરમારને શંકા હતી કે તેની પત્નીને મૃતક દિનેશભાઈ સાગઠીયા સાથે આડા સંબંધો છે. આ બાબતે ત્રણેક મહિના પહેલાં બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ હરેશ પરમારની પત્ની રીસામણે પોતાના પિયર લાખણકા જતી રહી હતી, પરંતુ હરેશને શંકા હતી કે દિનેશભાઈ હજુ પણ તેને મળે છે.ગુરુવાર, તા. ૨૭ ઓગસ્ટના રોજ દિનેશભાઈ પોતાના કામકાજ અર્થે મોટરસાઇકલ લઈને ઉગામેડી ગામ તરફ ગયા હતા.

તે દરમિયાન ઉગામેડી-નિંગાળા રોડ પર રાંદલ સર્કલથી આગળ હરેશ પરમારે તેમને આંતરીને બોલાચાલી કરી છરી જેવા ધારદાર હથિયાર વડે છાતી અને ડાબા પડખામાં બે ગંભીર ઘા ઝીંકી દીધા હતા.લોહીલુહાણ હાલતમાં દિનેશભાઈને ૧૦૮ મારફતે ગઢડા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગઢડા પોલીસે આ અંગે બી.એન.એસ કલમ ૧૦૩(૧), ૧૨૬(૨) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવમાં ગઢડા પોલીસે  હત્યારા હરેશ છનાભાઈ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...