રેશન મેળવતા પરિવારો 4 વર્ષમાં 3 ગણા વધ્યા, વિતરણ કરાતા અનાજના જથ્થામાં મોટો ઘટાડો

રેશન મેળવતા પરિવારો 4 વર્ષમાં 3 ગણા વધ્યા, વિતરણ કરાતા અનાજના જથ્થામાં મોટો ઘટાડો

અન્ન સુરક્ષા યોજના હેઠળ ગુજરાતમાં મફત રેશન મેળવતા પરિવારોની સંખ્યા ચાર વર્ષમાં ત્રણ ગણી થઈ છે. સરકારે આ અંગે વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં પાંચ વર્ષમાં આ યોજના હેઠળ 25 લાખ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરાયું છે. જેમાં મુખ્યત્વે 136 લાખ મેટ્રિક ટન ઘઉં, ચોખા અને 3 લાખ મેટ્રિક ટન બરછટ અનાજનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ચાર વર્ષ પહેલા અન્ન સુરક્ષા યોજના હેઠળ મફત રેશન મેળવતા પરિવારોની સંખ્યા 3.06 લાખ હતી. જે 2025-26માં વધીને 9.20 લાખ સુધી પહોંચી છે. એટલે કે લાભાર્થી પરિવારોમાં ત્રણ ગણો વધારો થયો છે.

ગુજરાતમાં કુલ 39.65 લાખ લોકોને ઘઉં, ચોખા અને બરછટ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો કુલ ખર્ચ રૂ. 70 કરોડથી વધુ થવા જાય છે. જોકે રાજ્યમાં લાભાર્થી પરિવારોની સંખ્યા ભલે વધી રહી હોય, પરંતુ તેનાથી વિપરીત વિતરણ કરાતા અનાજના જથ્થાનું પ્રમાણ ઘટી રહ્યું છે! પાંચ વર્ષમાં અનાજના જથ્થાના પ્રમાણમાં અઢીથી ત્રણ ગણો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...