વાડજ ફ્લાયઓવર વેજલપુર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

વાડજ ફ્લાયઓવર વેજલપુર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

અમદાવાદમાં લાંબા સમયથી પ્રતિક્ષા બાદ આખરે સાડા ત્રણ વર્ષ પછી વાડજ ફ્લાયઓવર અને વેજલપુર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી દ્વારા આ બંને મહત્ત્વના બ્રિજનું ગુરુવારે લોકાર્પણ કરાશે, જેના કારણે સ્થાનિક નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે. રૂ. 127.62 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ફોર લેન વાડજ ફ્લાયઓવર અને રૂ. 98.60 કરોડના ખર્ચે નિર્મિત વેજલપુર રેલવે ઓવરબ્રિજની કામગીરી લાંબો સમય રાહ જોયા બાદ આખરે પૂર્ણ થઈ છે.

આ લોકાર્પણ સમારોહ દરમિયાન શહેરમાં કુલ રૂ. 483.8 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત થલતેજ ખાતે EWS આવાસો સ્થાનિકોને સોંપવામાં આવશે તથા ફાયર બ્રિગેડના કાફલામાં 15 ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ અને એન્જિનવાળી 10 બોટ સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત રૂ. 279.80 કરોડના 6 જુદા-જુદા કાર્યોનું લોકાર્પણ સંપન્ન થશે.

બીજી તરફ સાબરમતીના કિનારે બનવા જઈ રહેલી ટેમ્પલ સર્કિટ, નિકોલ અને ત્રાજગડમાં ઇલેક્ટ્રિક બસ માટેના ચાર્જિંગ સ્ટેશન સાથે બે બસ ડેપો, સ્ટેડિયમ વોર્ડમાં રોડ નેટવર્ક તેમજ અમરાઈવાડીમાં નાગરવેલ હનુમાન મંદિર પાસે ડ્રેનેજ પંપીંગ સ્ટેશન અને રાઇઝિંગ લાઇન નાખવા સહિતના રૂ. 304 કરોડના પાંચ કામોનું ખાતમુહૂર્ત પણ યોજાશે. આ તમામ વિકાસ કાર્યોથી અમદાવાદ શહેરમાં માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે અને નાગરિકોની સુખાકારીમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...