વસૂલાત માટે મેગા ડ્રાઇવ 2,036 કનેક્શન કાપ્યા એક જ દિવસમાં રૂ.934.75 લાખના દંડની વસૂલાત

વસૂલાત માટે મેગા ડ્રાઇવ 2,036 કનેક્શન કાપ્યા એક જ દિવસમાં રૂ.934.75 લાખના દંડની વસૂલાત

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા બાકી વીજબીલની વસૂલાત માટે મેગા ડિસકનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી હતી. બંને જિલ્લાના 54,080 ગ્રાહકો પાસેથી અંદાજે રૂ.23 કરોડની બાકી રકમ વસૂલવા હાથ ધરાયેલી કાર્યવાહીમાં 347 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી. એક જ દિવસની કામગીરી દરમિયાન કુલ 8,904 ગ્રાહકોના કનેક્શન ડિસકનેક્શન માટે મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 2,036 કનેક્શન વાસ્તવમાં કાપી નાખવામાં આવ્યા હતા.

ડિસકનેક્શન પૂર્વે જ 3,456 ગ્રાહકોએ બાકી વીજબીલની રકમ ભરપાઈ કરી હતી. આમ, કુલ 5,492 ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરી રૂ.703.68 લાખની બાકી રકમ આવરી લેવામાં આવી હતી. જ્યારે ડિસકનેક્શન બાદ રીકનેક્શન માટે 1,578 ગ્રાહકોએ રૂ.2.90 લાખ ચાર્જ સહિત રૂ.185.43 લાખની ભરપાઈ કરી હતી.
વીજ તંત્રની આ મેગા ડ્રાઇવ દરમિયાન એલટી એનર્જી કલેક્શન થકી રૂ.593.74 લાખ તથા ઓનલાઈન કલેક્શન થકી રૂ.341.01 લાખ મળી કુલ રૂ.934.75 લાખની વસૂલાત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

સિટી-1 ડિવિઝનમાં 46 ટીમોએ 1,322 કનેક્શન સામે કાર્યવાહી કરી હતી, જેમાં 363 કનેક્શન કાપવામાં આવ્યા હતા અને રૂ.161.65 લાખની વસૂલાત થઈ હતી.
સિટી-2 ડિવિઝનમાં 62 ટીમોએ 1,685 કનેક્શન સામે કાર્યવાહી કરી 264 કનેક્શન કાપ્યા હતા અને રૂ.338.53 લાખની વસૂલાત કરી હતી.
ગ્રામ્ય ડિવિઝનમાં 80 ટીમોએ 1,632 કનેક્શન સામે કાર્યવાહી કરી 342 કનેક્શન કાપ્યા હતા અને રૂ.111.98 લાખની વસૂલાત થઈ હતી.
જામજોધપુર ડિવિઝનમાં 50 ટીમોએ 1,176 કનેક્શન સામે કાર્યવાહી કરી 439 કનેક્શન કાપ્યા હતા અને રૂ.75.64 લાખની વસૂલાત કરી હતી.
ખંભાળિયા ડિવિઝનમાં 63 ટીમોએ 1,550 કનેક્શન સામે કાર્યવાહી કરી 319 કનેક્શન કાપ્યા હતા અને રૂ.117.26 લાખની વસૂલાત કરી હતી.
દ્વારકા ડિવિઝનમાં 56 ટીમોએ 1,539 કનેક્શન સામે કાર્યવાહી કરી 309 કનેક્શન કાપ્યા હતા અને રૂ.129.70 લાખની વસૂલાત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...