વડોદરા નજીકની 8 સ્કૂલોમાં 6 મહિનાથી ટોઇલેટ નથી!

વડોદરા નજીકની 8 સ્કૂલોમાં 6 મહિનાથી ટોઇલેટ નથી!

કેન્દ્ર સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અને અન્ય યોજનાઓ અંતર્ગત સ્કૂલોમાં ટોઇલેટની સુવિધા ફરજિયાત બનાવવામાં આવી છે અને ટોઇલેટની સિધ્ધિના આંકડા પણ જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેની આસપાસની આઠ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં લાંબા સમયથી ટોઇલેટ નહિ હોવાથી બાળકો અને શિક્ષકો હાલાકી વેઠી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક સ્કૂલોમાં કેટલીક સ્કૂલો જર્જરિત થઇ ગઇ હોવાથી તેના ઓરડા તોડી પાડવામાં આવ્યા છે.આવી સ્કૂલોની વૈકલ્પિક વ્યવસ્થાના પણ ઠેકાણાં નહિ હોવાથી વારંવાર વિવાદ સર્જાતા હોય છે.

આવા માહોલ વચ્ચે વડોદરા શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છ મહિનાથી વધુ સમયથી આઠ સ્કૂલોમાં ટોઇલેટની કોઇ જ વ્યવસ્થા નહિ હોવાનો મુદ્દો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.આઠ સ્કૂલો જર્જરિત થઇ હોવાથી તોડી પાડવામાં આવી છે અને તેની જગ્યાએ નવી સ્કૂલો બની રહી છે.

છ મહિના જેટલા સમયથી આવી સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે,પરંતુ તેમાં ટોઇલેટની સુવિધા નહિ હોવાથી શિક્ષકો અને બાળકોને ભારે અગવડ પડી રહી છે.શિક્ષકો તો નજીકની બેન્ક કે અન્ય પરિચિતને ત્યાં જઇ શકે છે,પણ બાળકો ખુલ્લામાં જવા માટે મજબૂર થયા છે.નવાઇની વાત એ છે કે,વાઘોડિયાના ધારાસભ્યએ આ મુદ્દે વારંવાર લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં તેનો કોઇ ઉકેલ આવતો નથી.

>સોમપુરા પ્રાથમિક સ્કૂલ,ડભોઇ ૧ ૧
>ઢાલનગર પ્રાથમિક સ્કૂલ,ડભોઇ – ૧
>સિમળી પ્રાથમિક સ્કૂલ,કરજણ ૧ ૧
>આથમણાપુરા સ્કૂલ,પાદરા ૧ –
>ચોકારી પ્રાથમિક સ્કૂલ,પાદરા ૧ –
>ભગાના મૂવાડા સ્કૂલ,સાવલી ૧ ૧
>લીલોરા પ્રાથમિક સ્કૂલ,વાઘોડિયા ૧ ૧
>સિંધરોટ પ્રાથમિક સ્કૂલ,વડોદરા ૧ –

બે ધોરણ મંદિરમાં ચાલે છે,તો બાકીના વર્ગ કોઇના મકાનમાં અને ઓટલા પર ચાલી રહ્યા છે
વડોદરાથી પંદર કિમી દૂર આવેલા સિંધરોટ ગામની પ્રાથમિક સ્કૂલ નવી બની રહી હોવાથી હાલમાં વેરવિખેર હાલતમાં વર્ગો ચાલી રહ્યા છે.
મળતી માહિતી મુજબ સિંધરાટ ગામે નવી સ્કૂલ બની રહી હોવાથી ધોરણ-૧થી ૮ ના ૨૫૦ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

પરંતુ સ્કૂલને આખું બિલ્ડિંગ નહિ મળ્યું હોવાથી બે ધોરણ ગામના મંદિરમાં ચલાવવામાં આવી રહ્યા છે.
બાકીના વર્ગો કોઇના મકાનમાં કે મકાનના ઓટલે ચલાવવામાં આવી રહ્યા હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે.વળી,આ સ્કૂલમાં ટોઇલેટની સુવિધા નહિ હોવાથી વિદ્યાર્થીઓને ખુલ્લામાં જવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...