મહિલાઓના દાગીના પહેરેલી યુવકની લાશ મળી

મહિલાઓના દાગીના પહેરેલી યુવકની લાશ મળી

શાપરમાં મસ્કત ફાટક વિસ્તારમાં રેલવે ટ્રેક નજીકની અવાવરૂ જગ્યામાંથી મહિલાઓના દાગીના પહેરેલી અજાણ્યા યુવકની કોહવાઇ ગયેલી લાશ મળી આવી હતી. બનાવ હત્યાનો હોવાની શક્યતાના આધારે શાપર પોલીસે તપાસ આગળ ધપાવી છે.

ગઇકાલે રાત્રે આ લાશ અંગે જાણ થતાં શાપર પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. લાશ ચાર-પાંચ દિવસ પહેલાની હોવાથી કોહવાઇ ગઇ હતી. તેમાં જીવાતો પડી ગઇ હતી. સ્થળ પર જરૂરી કાર્યવાહી કર્યા બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડી હતી.

ફોરેન્સિક નિષ્ણાંત તબીબોએ પોસ્ટમોર્ટમ કર્યું છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે. તબીબોનો રિપોર્ટ આવ્યા બાદ જો હત્યા થયાનું ખુલશે તો ખૂનનો ગુનો નોંધાશે. હાલ શાપર પોલીસે તમામ તપાસ મૃતકની ઓળખ મેળવવા તરફ કેન્દ્રિત કરી છે.

પોલીસે જણાવ્યું કે, મૃતકની ઉંમર ૨૦થી ૨૫ વર્ષ આસપાસ છે. જીન્સનું પેન્ટ પહેર્યું છે. પગમાં સાંકળા કે જાંજરી અને હાથમાં બંગડી કે સાંકળા જેવું પહેર્યું છે. લાંબા વાળ છે. શરૂઆતમાં દાગીના ઉપરથી મૃતક મહિલા હોવાની શંકા ગઇ હતી. પરંતુ બાદમાં મૃતક પુરૂષ હોવાનું ખુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...