ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે ભારતમાં લાગતો જે પરથી ભાવનગરમાં બે આરોપીઓ દારૂ સાથે પકડાયા છે જે અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરા તાલુકા પોલીસની માહિતી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરીને એક કાર વડોદરા તરફ આવવાની છે. જેથી પોલીસે સમયાલા ગામ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ કાર આવતા પોલીસ ઉભી રાખી ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની 114 બોટલ કિંમત 74,820 રૂપિયાની મળી આવી હતી. પોલીસે દારૂ મોબાઈલ ફોન અને કાર મળી કુલ 2.84 લાખની મતા કબજે કરી છે.
ડ્રાઇવર અજય મહેશભાઈ કુકરેજા (રહે નવું સિંધુનગર, રામાપીર મંદિરની બાજુમાં, સરદાર નગર ભાવનગર) તથા (2) મહેશ શશીકાંતભાઈ કટકિયા (રહે. મફત નગર, સરદાર નગર, ભાવનગર ) ની સામે ગુનો દાખલ કરી પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
