પેટલાદ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તા વિતરણ અને “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ની ઉજવણી માટે બેઠક યોજાઈ

પેટલાદ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તા વિતરણ અને “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ની ઉજવણી માટે બેઠક યોજાઈ

પેટલાદ પ્રાંત અધિકારી શ્રી કિંજલબેન રબારીના અધ્યક્ષસ્થાને આગામી તા. ૩૦-૧૦-૨૦૨૬ના રોજ યોજાનાર રાષ્ટ્રીય સ્તરના “પીએમ કિસાન ઉત્સવ દિવસ” અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તા રિલીઝ કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે પેટલાદ ખાતે બેઠક યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસકાંઠા જિલ્લા ખાતેથી સવારે ૧૦:૩૦ કલાકે દેશભરના ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થશે, જેનું દેશભરમાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. દેશના અન્નદાતા કિસાનોના આર્થિક સશક્તિકરણ અને ઉત્થાન માટે પેટલાદ તાલુકામાં ખેડૂતો લાઈવ સંબોધન સાંભળશે તેના સુચારૂ આયોજન અર્થે આજે બેઠક મળી હતી. આ બેઠકમાં ગ્રામ્ય તથા તાલુકા કક્ષાએ તૈયારીઓ અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ઉપસ્થિત સૌને પ્રાંત અધિકારી શ્રી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ બેઠકમાં પેટલાદ મામલતદાર શ્રી કે. ડી. સોલંકી, અગ્રણી શ્રી વિજયભાઈ ચાવડા, શ્રી અલ્પેશભાઈ પટેલ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...