વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામનો ૨૪ વર્ષીય ચિરાગ રમેશભાઈ વાળંદ રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં પોલીસ દોડતી થઈ છે. યુવકે ઘરેથી નીકળ્યા બાદ પત્નીને વીડિયો કોલ કરીને ‘મારે તારું છેલ્લું મોઢું જોવું છે’ તેમ કહ્યું હતું.
યુવક મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. તેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો નહીં લાગતાં આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પાદરા પોલીસે ગુમ થયાની નોંધ કરી યુવકની શોધખોળ શરૂ કરી છે.
યુવકના ગુમ થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા પરિવારજનો અને અન્ય સંભવિત જાણકારો પાસેથી માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
