સલમાનના ડ્રાઈવરે એક ચાહકનો પગ કાર નીચે કચડતાં સલમાન ડ્રાઈવર પર ભારે નારાજ થયો હતો. આ સમગ્ર પ્રસંગનો વીડિયો વાયરલ થયો છે.
સલમાન ખાન બાન્દ્રામાં એક સ્થળે ગણપતિદર્શન કરવા ગયો ત્યારે તેના ચાહકોએ તેને ઘેરી લીધો હતો. સલમાને હાથ જોડી ભીડને તેને જવા દેવાની વિનંતી કરી પણ તેની કોઇ અસર થઇ નહોતી.
દરમ્યાન તેના ડ્રાઇવરે ભીડમાંથી કાર કાઢવા માંડી ત્યારે એક ચાહકનો પગ કારના ટાયર નીચે આવી જતાં લોકોએ દેકારો બોલાવ્યો હતો. સલમાનખાને પણ ડ્રાઇવરને ઠપકો આપ્યો હતો. આ ભીડમાં એક નાનો બાળક પણ સલમાન સાથે હાથ મિલાવવા માટે પહોંચી ગયો હતો. સલમાને તેની સિક્યોરિટીને બાળકને અટકાવવાને બદલે તેની સાથે હાથ મિલાવ્યા બાદ તેને સહીસલામત ભીડમાંથી કાઢવા માટે સિક્યુરિટીને સૂચના આપી હતી. બાળક સહીસલામત ભીડમાંથી બહાર નીકળ્યો એ પછી સલમાન કારમાં બેસી રવાના થયો હતો.
