ઘર અને કારમાંથી ૧.૯૩ લાખનો વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો, પિતાની ધરપકડ, પુત્ર ફરાર

ઘર અને કારમાંથી ૧.૯૩ લાખનો વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો, પિતાની ધરપકડ, પુત્ર ફરાર

મહુવા ટાઉન પોલીસની ટીમે બાતમીના આધારે બારપરા વિસ્તારમાં આવેલા એક મકાન પર દરોડો પાડીને મોટા પ્રમાણમાં પરપ્રાંતીય વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે ઘટનાસ્થળેથી એક શખ્સને દારૃના જથ્થા તથા ફોર-વ્હીલર કાર સાથે ઝડપી લીધો છે, જ્યારે તેનો પુત્ર દરોડા દરમિયાન ભાગી છૂટવામાં સફળ રહ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મહુવા ટાઉન પોલીસનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઇવ હેઠળ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન એએસઆઈ વીકે રાઠોડને બાતમી મળી હતી કે, બારપરા વિસ્તારમાં રહેતા જીતુભાઈ શામજીભાઈ મકવાણા અને તેમનો પુત્ર નિખીલ મકવાણા પોતાના ઘરે વિદેશી દારૃ રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે મકાનના બીજા માળે રેડ કરી હતી.તપાસ દરમિયાન મકાનના રૃમ, કબાટની પાછળ બનાવેલા ખાના, ગેલેરી તેમજ ઘર બહાર પાર્ક કરેલી કાર (જીજે-૧૧-સીડી-૭૫૪૫) માંથી ઈમ્પિરિયલ બ્લ્યુ, રોયલ સ્ટેગ, રોયલ ચેલેન્જ અને મેજિક મોમેન્ટ્સ વોડકા જેવા વિવિધ બ્રાન્ડની કુલ ૬૪૦ બોટલો મળી આવી હતી. આ દારૃની કિંમત રૃ.૧,૯૩,૨૦૪ થાય છે.પોલીસે સ્થળ પરથી ૫૫ વર્ષીય જીતુ શામજીભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ દારૃનો જથ્થો તેનો પુત્ર નિખીલ લાવ્યો હતો અને બંને ભેગા મળીને મહુવામાં છૂટક વેચાણ કરતા હતા. પોલીસે દારૃ, રૃ.૬ લાખની કિંમતની કાર અને રૃ.૨,૦૦૦ નો મોબાઈલ ફોન મળી કુલ રૃ.૭,૯૫,૨૦૪ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બંને પિતા-પુત્ર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર પુત્ર નિખીલને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

પ્રતિબંધિત ઓનલાઈન મની ગેમ બનાવી તેનું જાહેરમાં પ્રમોશન કરવામાં આવતું હતું.પકડાયેલ મેહુલ મોબાઈલ મારફતે લિંક શેરિંગ અને પ્રમોશન સંભાળતો હતો, જ્યારે તેનો ભાઈ વિશાલ પોતાના લેપટોપ દ્વારા ટેકનિકલ સેટઅપ, નેમ સર્વર કન્ફિગરેશન અને નાણાકીય હિસાબોનું બેકએન્ડ સંચાલન કરતો હતો.પોલીસે શખ્સ પાસેથી રૃ. ૧૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન તથા ચેટિંગ અને સ્ક્રીનશોર્ટ જેવા ડિજિટલ પુરાવાઓ કબ્જે કર્યા છે.આ મામલે ઓનલાઈન ગેમિંગના પ્રમોશન અને નિયમન એક્ટ, ૨૦૨૫ ની કલમ ૫, ૬ અને ૭ ના ભંગ બદલ કલમ ૯(૧), ૯(૨) અને ૯(૩) હેઠળ ગુનો નોંધી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એ. વસાવા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...