ખોડલા અને ભુતેડી ગામે સ્વચ્છતા સપ્તાહ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

ખોડલા અને ભુતેડી ગામે સ્વચ્છતા સપ્તાહ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજ પાલનપુરના એન.એસ.એસ.વિભાગ દ્વારા ખોડલા અને ભુતેડી ગામને આગામી ત્રણ વર્ષ માટે દત્તક લેવાની યોજનાના શુભ પ્રારંભ નિમિત્તે સ્વયંસેવકોએ સ્વચ્છતા પર્યાવરણ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત ભારત, સ્વચ્છ ભારત મિશન જેવા વિષયો પર સ્વચ્છતા સપ્તાહ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

જેનું સંચાલન સ્વયંસેવક નિતેશ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રક્ષાબેન ચૌધરીએ સ્વયંસેવકોને નિઃસ્વાર્થ સેવા, સ્વચ્છતા અને પર્યારવણ સંરક્ષણ માટે પ્રેરિત કર્યા હતા. સામાજિક કાર્યકર બિજલભાઈ ઠાકોરે આગામી ત્રણ વર્ષ દરમ્યાન ગામના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાનારી વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા રજૂ કરી હતી.

સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકો, સરપંચ, પ્રાથમિક સ્કુલના પ્રિન્સિપાલ, માધ્યમિક સ્કુલના પ્રિન્સિપાલ, ડેરીના મંત્રી તથા ગ્રામજનો અને મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ગામને સ્વચ્છ, હરિયાળું અને આદર્શ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ર્ડા.રમેશકુમાર બી. પટેલના માર્ગદર્શન હેઠળ તથા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ર્ડા.ગણપત કે. ચૌધરી અને ર્ડા.ખુશ્બુ કે. ચૌધરીના સફળ આયોજનથી સંપન્ન થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...