આ ગાડીઓ પર તૂટી પડ્યા ગ્રાહકો, 6 મહિનાનો વેઇટિંગ પિરિયડ

આ ગાડીઓ પર તૂટી પડ્યા ગ્રાહકો, 6 મહિનાનો વેઇટિંગ પિરિયડ

ઇથેનોલ બ્લેન્ડેડ E20 પેટ્રોલના ઉપયોગથી વાહનોના માઇલેજમાં ઘટાડો થવાની અને મેન્ટેનન્સ ખર્ચ વધવાની ફરિયાદો સતત સામે આવી રહી છે. આ સ્થિતિએ વાહન ખરીદનારા ગ્રાહકોની પસંદગી પર મોટો પ્રભાવ પાડ્યો છે. પેટ્રોલ વાહનોને બદલે હવે લોકો સીધા ઇલેક્ટ્રિક વાહનો (EV) અને CNG મોડેલ્સ તરફ ઝડપથી વળી રહ્યા છે. આ અચાનક વધેલી માંગને કારણે માર્કેટમાં સપ્લાય પર ભારે દબાણ ઊભું થયું છે અને ઘણા લોકપ્રિય મોડેલોનો વેટિંગ પીરિયડ ખૂબ વધી ગયો છે.

હાલમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે સૌથી વધુ ચર્ચા Mahindra XEV 9S ની છે, જેના માટે ગ્રાહકોએ આશરે 6 મહિના સુધી રાહ જોવી પડી રહી છે. Tata Punch EV અને Tata Tiago EV ના કેટલાક વેરિઅન્ટ્સ પર વેટિંગ પીરિયડ 18 થી 24 અઠવાડિયા સુધી પહોંચી ગયો છે. ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક સ્ટીગ્મેન્ટમાં TVS iQube ના વિવિધ વેરિઅન્ટ્સ માટે 4 થી 5 મહિનાનું વેટિંગ ચાલી રહ્યું છે. બીજી તરફ Maruti Brezza ની બુકિંગમાં પણ ટર્બો-પેટ્રોલ અને CNG વેરિઅન્ટ્સનો હિસ્સો 70% જેટલો નોંધાયો છે, જે દર્શાવે છે કે ગ્રાહકો હવે માત્ર સામાન્ય પેટ્રોલ પર નિર્ભર રહેવા માંગતા નથી.

રિપોર્ટ અનુસાર, E20 ફ્યુઅલ અંગે વધી રહેલી નકારાત્મક ચર્ચાઓ અને નવા મોડેલોના લોન્ચિંગને કારણે EV અને CNG વાહનો માટેની ઇન્ક્વાયરી તેમજ બુકિંગમાં 30% થી વધુનો ઉછાળો આવ્યો છે. આ દર પરંપરાગત પેટ્રોલ-ડીઝલ (ICE) વાહનોની સરખામણીએ બમણાથી પણ વધુ છે. આશરે 5 મહિના પહેલાં જ્યાં મહત્તમ વેટિંગ પીરિયડ 1 મહિના આસપાસ હતો, તે વધીને હવે 3 થી 4 મહિના થઈ ગયો છે.

EV માર્કેટમાં સસ્તા અને પોસાય તેવા વેરિઅન્ટ્સની માંગ સૌથી વધુ જોવા મળી રહી છે. Tata Punch EV Smart 30 અને Tata Sierra EV ના Pure 65 જેવા મોડેલ્સ પર 12 થી 24 અઠવાડિયા સુધીનું વેટિંગ ચાલી રહ્યું છે, જ્યારે મોંઘા વેરિઅન્ટ્સ 4 થી 6 અઠવાડિયામાં ઉપલબ્ધ થઈ રહ્યા છે. ઓણમ, ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દિવાળી જેવા મોટો તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે આ વાહનોની ડિમાન્ડ અને વેટિંગ પીરિયડ હજુ વધવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...