ફ્લેગ કોડમાં સુધારા બાદ રાષ્ટ્રધ્વજ હવે દિવસે અને રાત્રે ફરકાવી શકાય

ફ્લેગ કોડમાં સુધારા બાદ રાષ્ટ્રધ્વજ હવે દિવસે અને રાત્રે ફરકાવી શકાય

હર ઘર તિરંગા અર્થાત્ દરેક નાગરિકને પોતાના ઘરે-ઓફિસે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ છે પરંતુ, તે માટેના નિયમો પાળવા ફરજીયાત છે. ચાર વર્ષ પૂર્વે રાષ્ટ્રધ્વજ સંધ્યાટાણે ઉતારી લેવાનો નિયમ હતો પરંતુ, તા.૨૦-૭-૨૦૨૨ના ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા-૨૦૦૨માં સુધારા બાદ હવે રાષ્ટ્રધ્વજ ખુલ્લી જગ્યાએ અથવા તો નાગરિકના ઘર ઉપર ફરકાવ્યો હોય તે દિવસ તેમજ રાત્રિના પણ ફરકતો રાખી શકાય છે.

અન્ય નિયમોમાં (૧) રાષ્ટ્રધ્વજ એક સમયે માત્ર હાથ બનાવટનો ખાદી-કોટનનો વપરાતો પણ હવે મશીન મેઈડ અને પોલિયેસ્ટર કાપડનો ધ્વજ ફરકાવી શકાય છે. (૨) રાષ્ટ્રધ્વજ હંમેશા લંબચોરસ અને કોઈ પણ સાઈઝનો પણ ૩ઃ૨ના માપમાં (૩ ફૂટ લંબાઈ હોય તો ૨ ફૂટ પહોળાઈ) હોવો જોઈેએ. (૩) રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાય તેવા સ્થળે જ તેને ફરકાવવો જોઈએ. (૪) લોકોના વાહનો ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાતો નથી.(૪) ડેમેજ થયેલો, જેના પર કોઈ લખાણ કે ડાઘ પડયા હોય, ફાટયો હોય તેવો રાષ્ટ્રધ્વજ ફરકાવવો કાયદા વિરુધ્ધ છે. (૫) અન્ય કોઈ ધ્વજ રાષ્ટ્રધ્વજની લગોલગ કે ઉંચાઈ પર રાખી શકાતો નથી તેમજ એક ડાંડી પર રાષ્ટ્રધ્વજ સિવાય બીજો ધ્વજ પણ રાખી ન શકાય. (૬) રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કોઈ વસ્તુ પર લપેટવા થઈ શકતો નથી.તેના પર કોઈ લખાણ કે જાહેરાત થઈ શકે નહીં.

ભારતમાં રાષ્ટ્રધ્વજ માટેના નિયમો નેશનલ ઓનર એક્ટ-૧૯૭૧ અને ધ ફ્લેગ કોડ ઓફ કન્ડક્ટ-૨૦૦૨ અમલી છે. સેક્શન વી અંતર્ગત જ્યારે ફરકાવેલો રાષ્ટ્રધ્વજ કોઈ કારણોથી ગંદો થાય, ફાટી જાય તો તેને કચરાટોપલીમાં નાંખી શકાય નહીં પરંતુ, ખાનગીમાં,કોઈ જુએ નહીં તે રીતે, ફોટોગ્રાફીની સખત મનાઈ સાથે તેનો અગ્નિ સંસ્કાર વગેરેથી ડિસ્પોઝ કરવાનો હોય છે. જો કે આ માટે મહાપાલિકાએ વ્યવસ્થા કરવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...