છાણી કેનાલમાં માત્ર પાંચ મહિનાની બાળકીને કમરના ભાગે બાંધી ઝંપલાવી આપઘાત કરનાર મહિલાની ઓળખ થઇ છે. મહિલાએ આપઘાત કરતા પહેલા છેલ્લે પતિ સાથે વીડિયો કોલથી વાત કરી હોવાની વિગતો જાણવા મળી છે. જોકે, આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.
બનાવની વિગત એવી છે કે, ગઇકાલે સાંજે છાણી કેનાલમાંથી એક મહિલા અને પાંચ મહિનાની બાળકી ડૂબી રહ્યા હતા. તે દરમિયાન સ્થાનિક લ ોકોએ તેઓને જીવતા બહાર કાઢ્યા હતા. પરંતુ, સમયસર સારવાર નહીં મળતા બંનેના મોત થયા હતા. જે અંગે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મહિલાના પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.
જેના કારણે મહિલાની ઓળખ થઇ હતી. મરનાર મહિલાનું નામ રશ્મિકા જયદીપભાઇ બારિયા , ઉં.વ.૨૪ (રહે.પંચમહાલ, હાલ રહે. ન્યૂ સમા રોડ) હોવાનું ખૂલ્યું હતું. જ્યારે તેની સાથે કમરમાં તેની પાંચ મહિનાની પુત્રીને તે બાંધીને કેનાલમાં કૂદી ગઇ હતી. મહિલાના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. પરિવારમાં કોઇ ઝઘડો કે તકરાર નહતા. અત્યારસુધી ત્રાસના કોઇ આક્ષેપ થયા નહીં હોવાનું પોલીસે જણાવ્યું છે. રશ્મિકા સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ઘરેથી પુત્રીને લઇને નીકળી ગઇ હતી. તે કયા રસ્તે ચાલતી આવી અને ક્યાંથી કેનાલમાં ઝંપલાવ્યંુ, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તેનો મોબાઇલ ફોન ઘરેથી જ મળી આવ્યો હતો. તે ચેક કરતા જાણવા મળ્યું હતું કે, રશ્મિકાએ તેના પતિ સાથે બપોરે સાડા બાર વાગ્યે વીડિયો કોલથી વાત કરી હતી. જોકે, આપઘાતનું કોઇ ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.
