ગણેશ ઉત્સવ માટે નગરપાલિકાએ શિલ્પકારોને 910 ટન મફત શાડુ માટી આપી.

મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં શાડુ માટીથી બનેલી મૂર્તિઓ બનાવવાને પ્રોત્સાહન આપવા અને શક્ય તેટલી વધુ પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી, મહાનગરપાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓ બનાવતા શિલ્પકારોને મફત શાડુ માટી આપી છે. દરેક વિસ્તારમાં, 100 ટન તેમજ જરૂરી માત્રામાં શાડુ માટી શિલ્પકારોને મફત આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ […]

Continue Reading

બરોડાના શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે લંગર અને સુવિધા કરાય છે

બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથની મુશ્કેલ યાત્રા કરનારા યાત્રાળુઓને કોઈ અસુવિધા ન થાય તે માટે, ગુજરાતના વડોદરામાં સ્થિત મા શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી અમરનાથ યાત્રાના મહત્વપૂર્ણ સ્થળો જેમ કે ચંદનવાડી, બાલતાલ અને બબલટોપ પર સતત લંગર સેવા ચલાવી રહ્યું છે. ચંદનવાડીમાં, ગુજરાતી યાત્રાળુઓને કેસર દૂધ અને ભોજન તેમજ ચા અને નાસ્તોની સેવા […]

Continue Reading

કમળાનો ભરડો : 21 કેસ મળતા તંત્રની દોડધામ…

પેટલાદના ચાંગા ગામમાં કમળાના ૨૧ કેસ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ૭,૨૭૮ની વસતી ધરાવતા ચાંગા ગામમાં વ્હોરવાડ, માતરિયું ફળિયું, જનતા કોલોની સહિતના વિસ્તારમાં ૧,૨૨૮ લોકો અસરગ્રસ્ત વિસ્તારમાં છે. ત્યારે તંત્રની ૯ ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે. ક્લોરિન ટેબલેટ અને ઓઆરએસનું વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે પાણીની પાઈપ લાઈનમાંથી મળેલા ૧૧ પૈકી હજૂ ૪ […]

Continue Reading

ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો…

અહીં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુવકનું અન્ય મહિલા સાથેની અગાઉ થયેલી વાતનું રેકોર્ડિંગ વાયરલ કરવા મુદે મહિલાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા પતિ-પત્ની અને તેના મિત્રે ઠપકો આપનારના ઘરે જઇ હુમલો કરી પરિવારજનોને માર મારતા આ પરિવારના એક યુવાને ડરી જઇ ઝેરી પાઉડર ગટગટાવી લીધો હતો. આ ભાદરનાં સામાકાઠે આવેલા નરસંગ ટેકરી વિસ્તારમા રહેતા જગદીશભાઈ પુંજાભાઈ પારઘી […]

Continue Reading

ઘરડાં માતા-પિતાની સારસંભાળ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 30 દિવસ રજા લઈ શકે

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભામાં કેન્દ્રીય કાર્મિક રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘરડા માતા-પિતાની દેખરેખ સહિત પર્સનલ રિઝનને કારણે 30 દિવસ સુધીની રજા લઇ શકે છે. જ્યારે રાજ્યસભામાં સવાલ કરાયો હતો કે ઘરડા માતા-પિતાની દેખરેખ માટે સરકારી કર્મચારીઓની રજાઓ અંગે કોઈ જોગવાઈ છે કે નહીં? […]

Continue Reading

ટ્રકમાં ભરેલા સિલિન્ડરોમાંથી ગેસ લિકેજ થતા અફરાતફરી

આણંદ જિલ્લામાં સીએનજી અને ઘરેલુ ગેસ સપ્લાય કરતી ચરોતર ગેસ મંડળીની ટ્રકમાં ભરેલા ગેસ સિલિન્ડરોમાંથી ઉમરેઠના પરવડા ગામ પાસે ગેસ લિકેજ થતા અફરાતફરી સર્જાઈ હતી. તકેદારી માટે એક તરફનો રસ્તો વાહવ્યવહાર માટે બંધ કરી ગેસ લિકેજ બંધ કરાયું હતું. ઉમરેઠ તાલુકાના પરવટા ગામ નજીક ચરોતર ગેસના સિલિન્ડર ભરી જતી ટ્રકમાંથી ગેસ લીકેજ થતા ધૂમાડાના ગોટા […]

Continue Reading

10,000 મહિલાની તપાસમાં 9% ને ગર્ભાશયના મુખનું કેન્સર હોવાનું ખુલ્યું, જાણો ડૉક્ટર શું કહે છે?

કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ગુજરાતમાંથી 10 હજારથી વઘુ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 9% એટલે કે 900થી વઘુમાં ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન થયું હતું. ગર્ભાશયના કેન્સરના કેસ ગુજરાતમાં 2014માં 1393, […]

Continue Reading

સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું, ચાર આરોપીઓ સામે ફરિયાદ,

પોરબંદર શહેરમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક વિગતો મુજબ, ગત 22 જુલાઈની મધ્યરાત્રિએ ચાર આરોપીઓ સગીરાને બહાર લઈ ગયા હતા. ફરિયાદમાં જણાવ્યા […]

Continue Reading

ખેડૂતોની લોન માફીના મુદ્દા પર ચક્કા જામ આંદોલન…

ખેડૂતોની સમસ્યાઓ પર પ્રહર જનશક્તિ સંગઠન દ્વારા આજે છત્રપતિ સંભાજીનગરના ક્રાંતિ ચોક ખાતે ચક્કા જામ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ કરી રહેલા ખેડૂતોએ લોન માફી, પાક વીમા અને સરકારી યોજનાઓ સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રહર સંગઠનનું કહેવું છે કે બેંકો દ્વારા લોન મંજૂર કરવામાં આવી હોવા છતાં, ખેડૂતોને રકમ આપવામાં આવી રહી નથી […]

Continue Reading

“ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને, પહેલી વાર, કોંકણ રેલ્વેએ મુસાફરો માટે મુંબઈ અને વર્ણા સ્ટેશન વચ્ચે કાર માટે ‘રો-રો’ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે…”

“કોંકણ રેલ્વેએ મુંબઈ અને વર્ણા સ્ટેશન વચ્ચે વાહનો સાથે મુસાફરી કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ સુવિધા શરૂ કરી છે. 23 ઓગસ્ટથી કોલાદથી વર્ણા રૂટ પર ‘રો-રો’ એટલે કે રોલ-ઓન રોલ-ઓફ કાર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે.” “આ ખાસ સેવા 11 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે અને આ ટ્રેન દર બીજા દિવસે ચાલશે. કોલાદથી સાંજે 5 […]

Continue Reading