અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટીની કો ર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ૫ હેલ

2025 : મૂળભૂત શિક્ષણ સુધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલામાં મહાપાલિકા દ્વારા પ્રોજેક્ટ ઉત્થાન માટે અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટી સાથે કરાર પત્ર પર સહીસિક્કા કરવામાં આવ્યા છે. આ કરાર પત્ર ગઈકાલે મહાપાલિકા વડામથકે આયોજિત ખાસ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટીને મહાપાલિકા દ્વારા સોંપવામાં આવ્યા હતા. આ કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) પહેલ શહેરમાં 947થી વધુ મહાપાલિકાની શાળામાં 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે મૂળભૂત સાક્ષરતા અને અંકશાસ્ત્ર (એફએલએન) કૌશલ્ય બહેતર બનાવવા માટે તૈયાર કરાઈ છે, જે મુંબઈમાં વહેલા શિક્ષણની ગુણવત્તા મજબૂત બનાવવાની મુખ્ય કટિબદ્ધતા છે. આ અવસરે મહાપાલિકા કમિશનર અને પ્રશાસક શ્રી ભૂષણ ગગરાણી, પૂર્વીય પરાંના એડિશનલ કમિશનર ડો. અમિત સૈની, શિક્ષણ વિભાગના ડેપ્યુટી કમિશનર ડો. પ્રાચી જાંભેકર, અદાણી ઈલેક્ટ્રિસિટીના મેનેજિંગ ડાયરેક્ટર કંદર્પ પટેલ, અદાણી ઈલેક્ટ્રિસિટીના સીઈઓ રમેશ શર્મા અને અદાણી ઈલેક્ટ્રિસિટીના શણય શાહ, કૈલાશ શિંદે, અદાણી ફાઉન્ડેશનના જતિન ઉપાધ્યાય, સુબોધ સિંહ સહિતના અન્ય મહેમાનો હાજર હતા. 2021થી પ્રોજેક્ટ ઉત્થાન શિક્ષણ પર એકાગ્રતા સાથે મહાપાલિકા, અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટી વચ્ચે જાહેર ખાનગી ભાગીદારી હેઠળ સફળતાથી ચલાવવામાં આવી રહ્યો છે. તેણે મલાડ, દહિસર, બોરીવરી, ચેમ્બુર અને કુર્લમાં 83 મહાપાલિકાની શાળાઓમાં મૂળભૂત શિક્ષણમાં પરિવર્તન લાવવામાં મોટી છલાંગ લગાવી છે, જેનાથી પ્રત્યક્ષ રીતે 25,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ થયો છે. આ પહેલે ભણતરનાં પરિણામો, વિદ્યાર્થી સહભાગ અને વધુ આનંદિત, સમાવેશક ક્લાસરૂમ નિર્માણ કરવામાં માપક્ષમ સુધારણા દર્શાવી છે. આ પહેલ કેન્દ્ર સરકારના નિપુણ ભારત મિશન સાથે સુમેળ સાધે છે અને રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 2020ના મુખ્ય સિદ્ધાંતો આલેખિત કરે છે. શૈક્ષણિક મેટ્રિક્સની પાર પ્રોજેક્ટ ઉત્થાનનું લક્ષ્ય મજબૂત મૂળભૂત શિક્ષણ વાતાવરણ નિર્માણ કરીને મુંબઈની જાહેર શૈક્ષણિક પ્રણાલીમાં સૈદ્ધાંતિક રીતે પરિવર્તન લાવવાનું છે. આ પહેલ વ્યૂહાત્મક રીતે નેશનલ અચિવમેન્ટ સર્વે (એનએએસ) 2027 28માં શહેરની કામગીરી સુધારણાના લક્ષ્ય સાથે સુમેળ સાધે છે, જે કોઈ પણ બાળખ મહત્ત્વપૂર્ણ સાક્ષરતા અને અંકશાસ્ત્ર કૌશલ્ય પ્રાપ્ત કરવામાં પાછળ […]

Continue Reading

મુખ્યમંત્રીને અભિનંદન આપતા હાર્દિકે હુડીયા એ પૂછ્યું કે હજારો કબૂતરોના મૃત્યુ માટે કોણ જવાબદાર છે?

કબૂતરો અને હાથણી ને લઈને મહારાષ્ટ્ર સરકારમાં રાજકારણ ખૂબ ગરમાયું છે. મુંબઈના જૈન અગ્રણી હાર્દિક હુંડિયાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને પત્ર લખીને દેશના તમામ જીવદયા પ્રેમીઓ વતી કબૂતરો પ્રત્યેની તેમની લાગણીઓને સલામ કરી છે. હાર્દિક હુંડિયાએ પત્રમાં એમ પણ લખ્યું છે કે દેશની આર્થિક રાજધાની ભારત માતાની પવિત્ર ભૂમિ મુંબઈમાં જ કબૂતરો સાથે ભેદભાવ કેમ? હાર્દિક હુંડિયાએ […]

Continue Reading

બેન્કમાં નોકરીની લાલચ આપી નિકોલ લાવી દેહ વ્યાપારમાં ધકેલવા દબાણ

રાજકોટથી બે મહિલાઓને બેન્કમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી અને અમદાવાદના નિકાલમાં આવેલી હોટલમાં લાવવામાં આવી હતી, બે મહિલા અને એક સગીર સહિત સાત લાકોએ મહિલાને દેહ વ્યપારમાં ધકેલવા માટે પ્રયાસ કર્યો હતો. મહિલાએ સેક્સ વર્કરનું કામ કરવાનો ઇન્કાર કરતાં એક મહિલાના દિકરાને મારી નાંખવાની ધમકી આપીને બન્ને મહિલાને હોટલના રૃમમાં ગોંધી રાખી હતી. આ […]

Continue Reading

શ્રાવણ માસ ચાલે છે કેમ ઇંડાની લારી બંધ કરતા નથી કહી નારોલમાં લારી ઉંધી કરીને તોડફોડ કરી

નારોલમાં ભમ્મરીયા કેનાલ પાસે ગઇકાલે મોડી રાતે ચાર શખ્સોએ આવ્યા હતા અને શ્રાવણ માસ ચાલે છે તેમ ઇંડાની લારી બંધ કરતા નથી તેમ કહીને તકરાર કરીને લારી ઉંધી કરીને ચાકુ બતાવીને ખુરસીઓ તથા ટેબલની તોડફોડ કરીને પાંચ જણાને માર મારીને આતંક મચાવ્યો હતો. એક યુવકને માથામાં પથ્થર વાગતા ગંભીર હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. […]

Continue Reading

કરમસદ આણંદ મનપા કચેરી બહાર 150થી વધુ લારી-પાથરણાંવાળાઓના ધરણાં- પ્રદર્શન

આણંદ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારની ટૂંકી ગલીમાં મનપા દ્વારા લારી- પાથરણાવાળાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે વેન્ડર ઝોન, રોજગારી અથવા જગ્યા ફાળવવાની માંગણી લારી- પાથરણાંવાળા કરી રહ્યા છે. મંગળવારે ૧૫૦થી વધુ વેન્ડર્સો (લારી- પાથરણાવાળા)નું ટોળું મનપા કચેરીએ ધસી આવ્યું હતું. કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરી દેવાતા લારી- પાથરણાંવાળાઓએ કચેરી મનપા કચેરી બહાર જ […]

Continue Reading

એક માસમાં પાણીજન્ય બિમારીના 5,196 કેસ નોંધાતા ફફડાટ…

ચોમાસાની ઋતુના પગલે ભાવનગર શહેરમાં પાણીજન્ય બિમારીના કેસમાં સતત વધારો થયો છે, જેના કારણે મહાપાલિકાના આરોગ્ય સેન્ટર ખાતે દર્દીઓની કતાર લાગી રહી છે. પાણીજન્ય બિમારીના કેસ વધતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભાવનગર શહેરમાં છેલ્લા એક માસમાં એટલે કે ગત જુલાઈ માસમાં પાણીજન્ય બિમારીના કુલ પ૧૯૬ કેસ નોંધાયા છે, જેમાં પાણીજન્ય બીમારીમાં ઝાડા, તાવ, કોલેરા, શરદી-ઉઘરસ […]

Continue Reading

અમદાવાદના જમાલપુરમાં ગાર્બેજ કલેક્શન વાહનના ચાલકે અનેક વાહનો લીધા અડફેટે, એકનું મોત, 7ને ઈજા

અમદાવાદમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં કોઈ અન્ય નહીં પરંતુ, AMCના સરકારી વાહન દ્વારા રાહદારીઓને અડફેટે લેવામાં આવ્યા હતા. પૂરપાટ ઝડપે આવતી ગાર્બેજ કલેક્શનની ગાડીએ 7 થી 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક 50 વર્ષીય આધેડનું મોત નિપજ્યું છે. આ સિવાય બાળકો સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના […]

Continue Reading

ઘાનામાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટર ક્રેશ થતાં સંરક્ષણ મંત્રી અને પર્યાવરણ મંત્રી સહિત 8 લોકોના ગયા જીવ

ઘાનામાં બુધવાર સાંજે એક મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ઘાનાના સંરક્ષણ મંત્રી અને પર્યાવરણ મંત્રીનું મોત થયું. આ માહિતી ઘાનાના રાષ્ટ્રપતિ કાર્યાલયે આપી. જણાવાયું છે કે આ દુર્ઘટના એવા સમયે બની છે જ્યારે સેનાનું હેલિકોપ્ટર રડારથી લાપતા થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરના પાયલટ ટીમના ત્રણ લોકો અને પાંચ મુસાફર સવાર હતા. સંરક્ષણ મંત્રીને લઈ […]

Continue Reading

મજૂરના ખાતામાં અબજોના અબજો રૂપિયા આવ્યા….

બિહારના જમુઈમાં કામ કરતાં એક પ્લમ્બરના ખાતામાં અબજોના અબજો રૂપિયા જમા થઈ જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જો કે આમ છતાં બેન્કે તેનું ખાતુ સ્થગિત કરી દેતા તે પોતાના પિતાની સારવાર પણ કરાવી શકતો નથી તેવી તેની સ્થિતિ છે.આમ દહાડિયો મજૂર બેન્ક બેલેન્સની રીતે વિશ્વના સૌથી ધનવાન ઇલોન મસ્કને પણ પાછળ છોડી દીધો છે. […]

Continue Reading

મંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની રજુઆત, AMTS ઈલેકટ્રિક બસ ચલાવવાના કોન્ટ્રાકટથી ૨૩૨ કરોડનુ નુકસાન થશે

અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી.બેઠકના અંતે એલિસબ્રિજના ધારાસભ્યે કહયુ, એ.એમ.ટી.એસ.માં  ૨૨૫ ઈલેકટ્રિક બસ ચલાવવા પ્રતિ કિલોમીટર રુપિયા ૯૪નો ભાવ અપાયો છે. જેનાથી કોર્પોરેશનને વર્ષે રુપિયા ૨૩૨ કરોડનુ આર્થિક નુકસાન થશે.મારા મત વિસ્તારમાં બે બ્રિજ બની રહયા છે.જેના ડિઝાઈન અંગે મેં માહીતી માંગી તો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ […]

Continue Reading