ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો…

અહીં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુવકનું અન્ય મહિલા સાથેની અગાઉ થયેલી વાતનું રેકોર્ડિંગ વાયરલ કરવા મુદે મહિલાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા પતિ-પત્ની અને તેના મિત્રે ઠપકો આપનારના ઘરે જઇ હુમલો કરી પરિવારજનોને માર મારતા આ પરિવારના એક યુવાને ડરી જઇ ઝેરી પાઉડર ગટગટાવી લીધો હતો. આ ભાદરનાં સામાકાઠે આવેલા નરસંગ ટેકરી વિસ્તારમા રહેતા જગદીશભાઈ પુંજાભાઈ પારઘી […]

Continue Reading

બે જિલ્લામાં વીજળી પડી, 13 લોકોએ ગુમાવ્યો જીવ…

પશ્ચિમ બંગાળના બાંકુરા અને પૂર્વ બર્દવાન જિલ્લામાં ગુરુવારે (24 જુલાઈ) વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા. બાંકુરા પોલીસ અધિક્ષક વૈભવ તિવારીએ જણાવ્યું કે, વાવાઝોડા દરમિયાન વિવિધ ભાગોમાં વીજળી પડવાથી કેટલાક લોકો મોત થયા છે. ઓંડામાં ચાર લોકો જ્યારે કોતુલપુર, જોયપુર, પત્રાસૈર અને ઈન્દાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. […]

Continue Reading

ઘરડાં માતા-પિતાની સારસંભાળ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 30 દિવસ રજા લઈ શકે

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભામાં કેન્દ્રીય કાર્મિક રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘરડા માતા-પિતાની દેખરેખ સહિત પર્સનલ રિઝનને કારણે 30 દિવસ સુધીની રજા લઇ શકે છે. જ્યારે રાજ્યસભામાં સવાલ કરાયો હતો કે ઘરડા માતા-પિતાની દેખરેખ માટે સરકારી કર્મચારીઓની રજાઓ અંગે કોઈ જોગવાઈ છે કે નહીં? […]

Continue Reading

2024માં કેટલાં ભારતીયોએ નાગરિકતા છોડી ??

રાજ્યસભામાં વિદેશ મંત્રાલય પાસેથી ભારતીય નાગરિકતા છોડનારા લોકોના આંકડા માંગવામાં આવ્યા હતા. જેના જવાબમાં વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે, ‘2024માં 2 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે. જોકે, આ આંકડો વર્ષ 2023ની સરખામણીમાં થોડો જ ઓછો છે. રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં ભારતીય નાગરિકતા છોડવાને લઈને એક પ્રશ્નના જવાબમાં આ ડેટા રજૂ કર્યો […]

Continue Reading

હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધ્યું

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન આગામી છ મહિના માટે લંબાવવામાં આવ્યું છે. આ 31 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે. ગત ફેબ્રુઆરી મહિનાથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આ વિશે આપવામાં આવેલા વૈધાનિક સંકલ્પનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હકીકતમાં, આ સંબંધમાં ગૃહે નોટિસનો સ્વીકાર કર્યો અને પ્રસ્તાવ પસાર કર્યો. જેમાં કહેવામાં આવ્યું કે, […]

Continue Reading

ભાજપના ગઠબંધનવાળી બિહાર સરકાર પાસે 71000 કરોડ ક્યાં વાપર્યાનો હિસાબ જ નથી….

બિહાર સરકારને કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના તાજેતરના અહેવાલમાં ઠપકો આપવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અત્યાર સુધી 70,877.61 કરોડ રૂપિયાનો હિસાબ રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. આ રકમ વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ માટે જાહેર કરવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં તેના ઉપયોગનો પુરાવો આપવામાં આવ્યો ન હતો. ગુરુવારે […]

Continue Reading

ટ્રકમાં ભરેલા સિલિન્ડરોમાંથી ગેસ લિકેજ થતા અફરાતફરી

આણંદ જિલ્લામાં સીએનજી અને ઘરેલુ ગેસ સપ્લાય કરતી ચરોતર ગેસ મંડળીની ટ્રકમાં ભરેલા ગેસ સિલિન્ડરોમાંથી ઉમરેઠના પરવડા ગામ પાસે ગેસ લિકેજ થતા અફરાતફરી સર્જાઈ હતી. તકેદારી માટે એક તરફનો રસ્તો વાહવ્યવહાર માટે બંધ કરી ગેસ લિકેજ બંધ કરાયું હતું. ઉમરેઠ તાલુકાના પરવટા ગામ નજીક ચરોતર ગેસના સિલિન્ડર ભરી જતી ટ્રકમાંથી ગેસ લીકેજ થતા ધૂમાડાના ગોટા […]

Continue Reading

તસ્કરો રૃ.7 લાખનો વીજ વાયર ચોરી ગયા

 સાયલાના લિંબાળા એજી ફીડરમાંથી તસ્કરો રૃ.સાત લાખનો ચાલુ વીજ વાયર ચોરી જતાં ખેડૂતો અને પીજીવીસીએલના અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોને ખેતીકામમાં હાલાકી વેટવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસે માત્ર સીસીટીવી ફૂટેજ તપાસી સંતોષ માની લીધો છે. કોઇ નક્કર કાગગીરી કરી નથી. સાયલા તાલુકાના લિંબાળા ખેતીવાડી એજી […]

Continue Reading

સ્કૂલમાં ચોથા માળેથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થિનીનું …

અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોમ-લલીત સ્કૂલમાં ગુરૂવારે (24મી જુલાઈ) ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ શુક્રવારે (25મી જુલાઈ) સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. નોંધનીય છે કે, વિદ્યાર્થિનીએ ક્યા કારણસર આ પગલુ ભર્યું? તે અંગે નવરંગપુરા પોલીસે […]

Continue Reading

સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું, ચાર આરોપીઓ સામે ફરિયાદ,

પોરબંદર શહેરમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક વિગતો મુજબ, ગત 22 જુલાઈની મધ્યરાત્રિએ ચાર આરોપીઓ સગીરાને બહાર લઈ ગયા હતા. ફરિયાદમાં જણાવ્યા […]

Continue Reading