નાગપુરમાં ૩૪ ફૂટ પહોળી ૪૪ ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી,

મહારાષ્ટ્રના નાગપુરમાં શાળાના બાળકોએ મહારાષ્ટ્રની કદાચ સૌથી મોટી રાખડી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. લલિતા પબ્લિક સ્કૂલના નાના બાળકોએ આ રાખડી બનાવી છે. આ વિશાળ રાખડી ઓપરેશન સિંદૂર તેમજ મહિલા ચેસ ચેમ્પિયન દિવ્યા દેશમુખને સમર્પિત છે. આ રાખડી દ્વારા ધર્મ, સંસ્કૃતિ, વિજ્ઞાન, રમતગમત, સંરક્ષણ, ટેકનોલોજીનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ રાખડી પર કર્નલ સોફિયા કુરેશી, વિંગ […]

Continue Reading

મેઘાશ્રય સર્વોત્તમ નાગરિક સન્માન 2025 કાર્યક્રમનું સમાપન – રાજ્યપાલે સંસ્થાના કાર્યની પ્રશંસા કરી

સમાજસેવામાં અગ્રણી ભૂમિકા ભજવતા મેઘાશ્રય સંસ્થાન દ્વારા આયોજિત સર્વોત્તમ નાગરિક સન્માન સમારોહ 2025 નો ભવ્ય કાર્યક્રમ આજે મુંબઈના વિલે પાર્લે સ્થિત સહારા સ્ટાર હોટેલના ઓડિટોરિયમમાં યોજાયો હતો. દર વર્ષની જેમ આ વખતે પણ આ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. સમારોહમાં, વિજ્ઞાન, ઉદ્યોગ, શિક્ષણ, મીડિયા, ફિલ્મ ઉદ્યોગ અને અન્ય સામાજિક કાર્યો […]

Continue Reading

બે સામાજિક કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે દેશને તેમના જેવા વડા પ્રધાનની જરૂર છે.

સામાજિક કાર્યકરો અનુરાગ જૈન અને સોનિયા ચંડોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની પ્રશંસા કરી અને કહ્યું કે 2014 માં તેમણે વડા પ્રધાન પદ સંભાળ્યું ત્યારથી દેશની દિશા અને સ્થિતિ બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે 2014 પહેલા, જ્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં હતી, ત્યારે વિકાસ કાર્યની ગતિ ખૂબ જ ધીમી હતી, પરંતુ ભાજપ સરકાર આવતાની સાથે […]

Continue Reading

મંત્રીમંડળમાં કામ ન કરનારા મંત્રીઓના ખાતાઓમા ફેરબદલની એકનાથ શિંદેની ચેતવણી,

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં, રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવસેના શિંદે જૂથના મંત્રીઓને કામે લાગી જવા સૂચના આપી છે. કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેના કેસ પછી, એકનાથ શિંદેએ મંત્રીઓને મીડિયામાં ઓછું બોલવા અને વધુ કામ કરવાની સલાહ આપી છે. ેમીડિયામાં કે જાહેરમાં કરવામાં આવતા વિવાદાસ્પદ નિવેદનો મંત્રીનું અને પક્ષનું નામ બગાડે છે. એકનાથ શિંદેએ મંત્રીઓને ચેતવણી […]

Continue Reading

મુંબઈ એરપોર્ટ પર બેંગકોકથી આવેલ પ્રવાસી ૧૪.૫ કરોડના ગાંજા સાથે ઝડપાયો

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ બેંગકોકથી આવેલ પ્રવાસી પાસેથી ૧૪.૫ કરોડ રૂપિયાનો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવતા તેની ધરપકડ કરી હતી. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોકથી ફ્લાઇટમાં બુધવારે વહેલી સવારે આવી પહોંચેલા પ્રવાસીને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ શંકાને આધારે આંતર્યો હતો. અધિકારીઓએ પ્રવાસીના સામાનની તલાશી લેતાં તેની ટ્રોલી બેગમાં કપડાંની નીચે છુપાવવામાં આવેલો […]

Continue Reading

ગઢચિરોલીમાં સવારે એક ઝડપી ટ્રકે ૬ બાળકોને કચડી નાખ્યા; ચાર બાળકોનો અકાળે મૃત્યુ,

ગઢચિરોલી શહેરથી સાત કિલોમીટર દૂર કાટલી ગામ પાસે મોર્નિંગ વોક માટે નીકળેલા ૬ બાળકોને એક અજાણી ટ્રકે ટક્કર મારી. આ ભયાનક અકસ્માતમાં ચાર બાળકોના મોત થયા. બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના નામ ટિંકુ નામદેવ ભોયર (૧૪), તન્મય બાલાજી માનકર (૧૬), દુષણ દુર્યોધન મેશ્રામ (૧૪), […]

Continue Reading

૧૩ વર્ષની છોકરીની જુબાનીમાં તેના પિતાની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ,આરોપી પત્નીની ધરપકડ ,પ્રેમી અને સાથીદાર ફરાર

મુંબઈના ગોરેગાંવમાં રહેતી ૧૩ વર્ષની છોકરીની જુબાનીમાં તેના પિતાની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે તેના પિતાની હત્યા કરવાની યોજના કોઈ બીજાએ નહીં પણ તેની નજીકની માતાએ બનાવી હતી. છોકરીનું નિવેદન એવી લાગણી વ્યક્ત કરી રહ્યું છે કે તેના પિતાને ન્યાય મળ્યો છે. આ કેસમાં, આરે કોલોની પોલીસે 35 વર્ષીય […]

Continue Reading

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટીની કો ર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ૫ હેલ

2025 : મૂળભૂત શિક્ષણ સુધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલામાં મહાપાલિકા દ્વારા પ્રોજેક્ટ ઉત્થાન માટે અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટી સાથે કરાર પત્ર પર સહીસિક્કા કરવામાં આવ્યા છે. આ કરાર પત્ર ગઈકાલે મહાપાલિકા વડામથકે આયોજિત ખાસ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટીને મહાપાલિકા દ્વારા સોંપવામાં આવ્યા હતા. આ કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) પહેલ શહેરમાં 947થી વધુ મહાપાલિકાની શાળામાં 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે મૂળભૂત સાક્ષરતા અને અંકશાસ્ત્ર (એફએલએન) કૌશલ્ય બહેતર બનાવવા માટે તૈયાર કરાઈ છે, જે મુંબઈમાં વહેલા શિક્ષણની ગુણવત્તા મજબૂત બનાવવાની મુખ્ય કટિબદ્ધતા છે. આ અવસરે મહાપાલિકા કમિશનર અને પ્રશાસક શ્રી ભૂષણ ગગરાણી, પૂર્વીય પરાંના એડિશનલ કમિશનર ડો. અમિત સૈની, શિક્ષણ વિભાગના ડેપ્યુટી કમિશનર ડો. પ્રાચી જાંભેકર, અદાણી ઈલેક્ટ્રિસિટીના મેનેજિંગ ડાયરેક્ટર કંદર્પ પટેલ, અદાણી ઈલેક્ટ્રિસિટીના સીઈઓ રમેશ શર્મા અને અદાણી ઈલેક્ટ્રિસિટીના શણય શાહ, કૈલાશ શિંદે, અદાણી ફાઉન્ડેશનના જતિન ઉપાધ્યાય, સુબોધ સિંહ સહિતના અન્ય મહેમાનો હાજર હતા. 2021થી પ્રોજેક્ટ ઉત્થાન શિક્ષણ પર એકાગ્રતા સાથે મહાપાલિકા, અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટી વચ્ચે જાહેર ખાનગી ભાગીદારી હેઠળ સફળતાથી ચલાવવામાં આવી રહ્યો છે. તેણે મલાડ, દહિસર, બોરીવરી, ચેમ્બુર અને કુર્લમાં 83 મહાપાલિકાની શાળાઓમાં મૂળભૂત શિક્ષણમાં પરિવર્તન લાવવામાં મોટી છલાંગ લગાવી છે, જેનાથી પ્રત્યક્ષ રીતે 25,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ થયો છે. આ પહેલે ભણતરનાં પરિણામો, વિદ્યાર્થી સહભાગ અને વધુ આનંદિત, સમાવેશક ક્લાસરૂમ નિર્માણ કરવામાં માપક્ષમ સુધારણા દર્શાવી છે. આ પહેલ કેન્દ્ર સરકારના નિપુણ ભારત મિશન સાથે સુમેળ સાધે છે અને રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 2020ના મુખ્ય સિદ્ધાંતો આલેખિત કરે છે. શૈક્ષણિક મેટ્રિક્સની પાર પ્રોજેક્ટ ઉત્થાનનું લક્ષ્ય મજબૂત મૂળભૂત શિક્ષણ વાતાવરણ નિર્માણ કરીને મુંબઈની જાહેર શૈક્ષણિક પ્રણાલીમાં સૈદ્ધાંતિક રીતે પરિવર્તન લાવવાનું છે. આ પહેલ વ્યૂહાત્મક રીતે નેશનલ અચિવમેન્ટ સર્વે (એનએએસ) 2027 28માં શહેરની કામગીરી સુધારણાના લક્ષ્ય સાથે સુમેળ સાધે છે, જે કોઈ પણ બાળખ મહત્ત્વપૂર્ણ સાક્ષરતા અને અંકશાસ્ત્ર કૌશલ્ય પ્રાપ્ત કરવામાં પાછળ […]

Continue Reading

મુખ્યમંત્રીને અભિનંદન આપતા હાર્દિકે હુડીયા એ પૂછ્યું કે હજારો કબૂતરોના મૃત્યુ માટે કોણ જવાબદાર છે?

કબૂતરો અને હાથણી ને લઈને મહારાષ્ટ્ર સરકારમાં રાજકારણ ખૂબ ગરમાયું છે. મુંબઈના જૈન અગ્રણી હાર્દિક હુંડિયાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને પત્ર લખીને દેશના તમામ જીવદયા પ્રેમીઓ વતી કબૂતરો પ્રત્યેની તેમની લાગણીઓને સલામ કરી છે. હાર્દિક હુંડિયાએ પત્રમાં એમ પણ લખ્યું છે કે દેશની આર્થિક રાજધાની ભારત માતાની પવિત્ર ભૂમિ મુંબઈમાં જ કબૂતરો સાથે ભેદભાવ કેમ? હાર્દિક હુંડિયાએ […]

Continue Reading

મામલતદાર અને તેમનો ડ્રાઈવર રૂપિયા 50 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મામલતદાર અને તેમના ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયા છે, ACBએ સેવા સદનના પાર્કિંગમાં લાંચનું છટકું ગોઠવ્યું, હતુ અને ખનીજ વહન કરતા ડમ્પર માલીક પાસે માંગી હતી લાંચ, ડમ્પર નહીં પકડવા માટે ગાડી દીઠ 10,000 માંગ્યા હતા અને 5 ડમ્પરના 50 હજારની લાંચ માંગી હતી, મામલતદાર જગદીશ ડાભી લાંચ લેતા ઝડપાયા છે. હકિકત એવી […]

Continue Reading